ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 19 ફેબ્રુઆરી 2018 (17:34 IST)

મુંબઈ ખાતે ટ્રાન્સમિડિયા એવોર્ડમાં ‘ લવની ભવાઈ’ અને ‘કેરી ઓન કેસર’ ફિલ્મ છવાઈ

મુંબઈ ખાતે ટ્રાન્સમિડિયાનો 17મો એવોર્ડ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં 55 જેટલા ગુજરાતી કલાકારોનું એવોર્ડ આપીને સન્માન કરવામા આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 2001ના સમયગાળામાં માત્ર 6 કે 7 ફિલ્મો બનતી હતી અને હવે આ ઉદ્યોગ 72 ફિલ્મો સુધી પહોંચી ગયો છે.

ટ્રાન્સ મીડિયા એવોર્ડમાં આ વખતે 33 ફિલ્મોની એન્ટ્રી આવી હતી. જેમાં 31 મુબઈના નાટકો, 18 ગુજરાતના નાટકો અને 4 ટીવી સિરિયલો વચ્ચે આ સ્પર્ધામાં 48 કેટેગરીમાં 350થી વધુ નોમિનિઝ હતાં.

આ એવોર્ડ સમારોહમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડનું સન્માન મેળવનાર ચિત્રા વ્યાસ અને અરવિંદ વેકરિયાને ભાવના કામદાર તરફથી 51 હજાર તથા મુંબઈ શ્રેષ્ઠ નાટક વિજેતા માર્વેલ આર્ટ્સ વિરાર ફાસ્ટને શ્રીમતી રૂપા આનંદ પંડિત તરફથી 51 હજારના રોકડ ઈનામો દર વર્ષે અપાય છે. આ સમારોહમાં શ્રેષ્ઠ ફિલ્મ ક્રિટિક એવોર્ડ ભંવર ફિલ્મને રેડ એફ એમ લીસ્નર્સ ચોઈસ પોપ્યુલર ફિલ્મ લવની ભવાઈને તો બીજી બાજુ શ્રેષ્ઠ ફિલ્મ કેરી ઓન કેસરની જાહેરાત થઈ હતી.

લવની ભવાઈ ફિલ્મની અભિનેત્રી આરોહી પટેલને શ્રેષ્ઠ અભિનેત્રી, આવ તારુ કરી નાંખુ ફિલ્મના અભિનેતા ટિકુ તલસાણિયાને શ્રેષ્ઠ અભિનેતા તરીકેનો એવોર્ડ મળ્યો હતો.

પપ્પા તમને નહીં સમજાય ફિલ્મ માટે ધર્મેશ મહેતાને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો હતો. અભિનેત્રી રશ્મી દેસાઈને બેસ્ટ ડેબ્યુ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.