રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: મુંબઈ , રવિવાર, 6 સપ્ટેમ્બર 2009 (19:31 IST)

ઓઈલ ઈંડિયાના બ્લોકોમાં લાઈસેંસ ખત્મ

આરંભિક સાર્વજનિક નિર્ગમ (આઈપીઓ) પહેલા આઈલ ઇંડિયા લિમિટેડે 15 બ્લાકો માટે ખત્મ થઈ ચૂકેલા પેટ્રોલિયમ ઉત્ખનન લાઇસેંસ (પીઈએલ) નો સમયગાળો વધારવાની માગણી કરી છે.

સાર્વજનિક ક્ષેત્રની ઓઈલ ઈંડિયા દેશની બીજી સૌથી મોટી સરકારી ઉત્ખનન કંપની છે જે 16 સ્વતંત્ર બ્લોકોમાં ઉત્ખનન અને વિકાસ ગતિવિધિઓમાં સક્રિય છે. કંપનીએ કહ્યું અમારા 16 માંથી 15 બ્લોકોના પીઈએલ ખત્મ થઈ ચૂક્યાં છે અને એ વાતનું કોઈ આશ્વાસન ન આપી શકાય કે, અમારા આ પીઈએલનો વિસ્તાર કરવામાં આવશે.

ઓઆઈએલ તરફથી વિવરણી પુસ્તિકા (રેડિ હેયરિંગ પ્રાસ્પેક્ટસ) માં કહેવામાં આવ્યું છે. અમે પીઈએલના વિસ્તાર માટે આવેદન કર્યું છે. અમે આ મુદ્દે સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યાં છીએ. જો અમે પીઈએલનો વિસ્તાર પ્રાપ્ત ન કરી શક્યા તો અમારો વેપાર પ્રભાવિત થશે.