ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શનિવાર, 23 નવેમ્બર 2024 (21:47 IST)

PM Modi On Maharashtra Election Results: 'એક હૈ તો સેફ હૈ', આજે દેશનો મહામંત્ર બની ચૂક્યો છે.

મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાનાં પરિણામ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ભાજપના મુખ્યાલય પરથી ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું હતું.
 
તેમણે મહારાષ્ટ્રના લોકોને આ પરિણામ માટે અભિનંદન આપ્યાં હતાં અને કૉંગ્રેસ સહિત વિપક્ષ પર પ્રકાર કર્યા હતા.


 
તેમણે કહ્યું કે 'એક હૈ તો સેફ હૈ', આજે દેશનો મહામંત્ર બની ચૂક્યો છે.
 
તેમણે કહ્યું કે "ભાજપ અને મારા માટે છત્રપતિ શિવાજી મહારાજ આરાધ્ય પુરુષ છે. ધર્મવીર છત્રપતિ સંભાજી મહારાજ આપણી પ્રેરણા છે."
 
"અમે હંમેશાં બાબાસાહેબ આંબેડકર, મહાત્મા ફુલે-સાવિત્રીબાઈ ફુલે... તેમના સામાજિક ન્યાયના વિચારને માન્યા છે, એ અમારા આચારમાં છે, એ જ અમારામાં વ્યવહારમાં છે."
 
"સંસ્કૃતિઓ અને ઇતિહાસનું સન્માન અમારા સંસ્કારમાં છે, અમારા સ્વભાવમાં છે."
 
તેમણે કહ્યું કે "કૉંગ્રેસે સતત દેશભરમાં વીર સાવરકરનું અપમાન કર્યું છે. વીર સાવરકર માટે તેમના મોઢામાંથી એક પણ સત્ય બહાર નીકળ્યું નથી. તેમની વાતોમાં કોઈ દમ નથી. તેમનો મકસદ વીર સાવરકરને બદનામ કરવાનો છે."
 
"કૉંગ્રેસ અને તેમના સાથીઓને કહું છું કે દુનિયાની કોઈ પણ તાકત હવે 370ને હવે કોઈ પણ પાછી નહીં લાવી શકે."
 
તેમણે વધુમાં કહ્યું કે "કૉંગ્રેસ હવે વ્યક્તિગત રીતે સરકાર બનાવી શકે તેવી સ્થિતિ રહી નથી. મહારાષ્ટ્રમાં તેમનાં સૂપડાં સાફ થઈ ગયાં છે. કૉંગ્રેસ હવે એક પરજીવી પાર્ટી બની ગઈ છે. તે પોતાના સાથીઓની નાવડી પણ ડુબાડી રહી છે. આજે મહારાષ્ટ્રમાં પણ એ જ જોયું છે."
 
પીએમ મોદીએ અલગઅલગ રાજ્યોમાં થયેલી પેટાચૂંટણી અંગે પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે "ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં ભાજપને સારું સમર્થન મળ્યું છે."
 
ઝારખંડનાં પરિણામો પર તેઓ બોલ્યા કે "હું ઝારખંડના લોકોને નમન કરું છું. ઝારખંડના ઝડપી વિકાસ માટે અમે વધુ મહેનતથી કામ કરશું."
રાજ્યની 288 વિધાનસભા બેઠકોમાંથી મહાયુતિને 200થી વધુ બેઠકો મળતી જોવા મળી રહી છે. તે જ સમયે, વિપક્ષ મહા વિકાસ આઘાડીને 50થી ઓછી બેઠકો મળતી જોવા મળી રહી છે.


07:54 PM, 23rd Nov
પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો હતો
પીએમ મોદીએ લખ્યું- એક થઈને આપણે વધુ ઊંચાઈ હાંસલ કરીશું. NDAને ઐતિહાસિક જનાદેશ આપવા બદલ મહારાષ્ટ્રના મારા ભાઈઓ અને બહેનોનો, ખાસ કરીને રાજ્યના યુવાનો અને મહિલાઓનો હૃદયપૂર્વક આભાર. આ સ્નેહ અને હૂંફ અનન્ય છે. હું લોકોને ખાતરી આપું છું કે અમારું જોડાણ મહારાષ્ટ્રની પ્રગતિ માટે કામ કરતું રહેશે. જય મહારાષ્ટ્ર!