શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : મંગળવાર, 22 મે 2018 (10:34 IST)

આ ડાયેટ પ્લાન અપનાવો અને 7 દિવસમાં 7 કિલો વજન ઘટાડો

શુ તમે 7 દિવસમાં 7 કિલો વજન ઘટાડવા માંગો છો ? બની શકે છે કે તમને આ વાત થોડી ગજબ લાગે પણ અમે  તમને પૂર્ણ વિશ્વાસ અપાવીએ છીએ કે જો તમે આ ડાયેટને 7 દિવસ સુધી સારી રીતે અપનાવી લીધુ તો તમે 7  કિલો વજન ઘટાડી લેશો. અનેક વાર લોકો સંકલ્પ કરે છે કે તેઓ હવે વજન ઘટાડી લેશે. પણ ઘણા લોકો માટે આ કરવુ ખૂબ જ મુશ્કેલ હોય છે.  એક વાતનો ખાસ ખ્યાલ રાખો કે વજન ઘટાડવામાં ડાયેટનો રોલ ખૂબ જ મહત્વનો  છે.  આપણુ 70 ટકા વજન ફક્ટ ડાયેટથી જ કંટ્રોલ કરી શકાય છે. બાકીનુ વજન તમે થોડી એક્સરસાઈઝ કરીને ઓછુ કરી શકો છો. એક અઠવાડિયામાં 7 દિવસ હોય છે અને આ સાત દિવસ જો તમે તમારા ડાયેટ પર ધ્યાન આપશો તો તમે જરૂર પાતળા થઈ જશો. તો ચાલો આવો જાણીએ 7 દિવસનુ ડાયેટ કેવુ હોવુ જોઈએ. 
 

 
પ્રથમ દિવસ - આ આપણા ડાયેટનો સૌથી જરૂરી દિવસ છે. તેની શરૂઆત કંઈક હેલ્ધી અને હલકુ ખાઈને કરવી 
જોઈએ. જેમા ફક્ત ફ્રૂટ્સ જ હોવા જોઈએ.  તમે આખો દિવસ ફળ સિવાય કોઈ વસ્તુ ખાવાની નથી. ફળમાં ફક્ત 
કેળા છોડીને બાકી બધા ફળ ખાઈ શકો છો. આ ઉપરાંત પુષ્કળ પાણી પીવો. 

બીજો દિવસ - જો તમે તમારુ વજન ઓછુ કરવા માંગો છો તો તમે બીજા દિવસે શાકભાજીઓનુ સેવન કરો. તમે ચાહો તો શાકભાજીઓનુ સલાદ બનાવો કે પછી તેને ઉકાળી લો. તેનાથી જલ્દી વજન ઓછુ થશે. શાકભાજીના રૂપમાં તમે બટાકા પણ ખાઈ શકો છો. પણ તે બાફેલુ હોવુ જોઈએ. 

ત્રીજો દિવસ - ત્રીજા દિવસે તમે શાકભાજી સાથે ફળ પણ ખાઈ શકો છો. જો તમે 7 કિલો 7 દિવસમાં ઓછુ કરવા માંગો છો તો દિવસની શરૂઆત ફળોથી કરો. ત્યારબાદ લંચમાં શાકભાજીઓનુ સલાદ અને ડિનરમાં ફળ કે શાકભાજી જે ગમે તે ખાવ. ત્રીજા દિવસે બટાકા અને કેળા ન ખાશો. 

ચોથો દિવસ - ચોથા દિવસે તમે ફક્ત દૂધ અને કેળા જ ખાવા પડશે. તમે સ્મૂધી કે મિલ્ક શેકનું સેવન કરો. દૂધ સ્કિમ હોવુ જોઈએ નહી તો ફેટ વધશે.  

પાંચમો દિવસ - આ દિવસે 1 કપ બાફેલા ભાત ખાવ.  આ દિવસે તમારે દિવસમાં ઓછામાં ઓછા 7 ટામેટાનુ સેવન કરવુ જોઈએ. ડિનર સમયે રાઈસ ન ખાશો પણ ટામેટાનુ સેવન કરો. પાણીની માત્રા 12 ગ્લાસથી 15 ગ્લાસ વધારી દો. 

છઠ્ઠો દિવસ - આખો દિવસ તમે શાકભાજીઓનુ સેવન કરવાનુ છે. સાથે જ લંચ સમયે તમે ભાત ખાઈ શકો છો. 
 

સાતમો દિવસ - આ દિવસે પણ તમે એક કપ બાફેલા ભાતનુ સેવન કરી શકો છો. આ દરમિયાન તમે તમારા મન પસંદ ફળ અને શાકભાજી ખાઈ શકો છો.  ફ્રૂટ જ્યુસ પણ લેતા રહો.