મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (16:49 IST)

ઓસ્ટ્રેલિયા સામેની જીતનો અસલી હીરો કોણઃ રહાણેનું દર્દ - આઈડિયા મેં આપ્યો, સિરીઝ મેં જીતાડી, અને ક્રેડિટ લઈ ગયુ કોઈ બીજુ

ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા અજિંક્ય રહાણેએ ભારતીય ક્રિકેટમાં નવો વિવાદ શરૂ કર્યો છે. રહાણેના શ્રીલંકા શ્રેણીમાં રમવા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલા તેમની ઉપ-કપ્તાની પણ છીનવી લેવામાં આવી હતી. આ બધી બાબતો પર તેમનું દર્દ છલકાયુ અને કહ્યું કે તેમણે ઓસ્ટ્રેલિયામાં 2020-21ની ટુર જીતી હતી અને તેનો તાજો કોઈ બીજાના માથા પર બાંધવામાં આવ્યો. 
 
રહાણેની ટીમમાં વાપસીની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શ્રીલંકા પ્રવાસમાં તેમને સ્થાન મળવું મુશ્કેલ છે. પરંતુ રહાણેએ કહ્યું, "જ્યારે લોકો કહે છે કે મારુ કેરિયર ખતમ થઈ ગઈ છે ત્યારે મને હસુ આવે છે. જે લોકો રમતને સમજે છે તેઓ આવી વાત નહીં કરે
 
'નિર્ણય મેં લીધો, લોકોને કહેવામાં આવ્યું કે તે અમારો નિર્ણય છે'
 
બોરિયા મજુમદારના શો બેકસ્ટેજ વિથ બોરિયા શોમાં રહાણેએ કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં શું થયું તે બધા જાણે છે અને તે પહેલા પણ ટેસ્ટ ક્રિકેટમાં મારું શું યોગદાન હતું. જેઓ રમતને પસંદ કરે છે, તેઓ સમજદારીથી વાત કરે છે
 
તેમણે કહ્યું કે  ઓસ્ટ્રેલિયામાં  જ્યારે તેઓ કેપ્ટન હતા ત્યારે તેમણે કેટલાક નિર્ણયો લીધા હતા, પરંતુ તેનો શ્રેય કોઈ બીજાએ લીધો હતો. તેમણે કહ્યું, 'હું જાણું છું કે મેં ત્યાં શું કર્યું છે. મારે કોઈને કહેવાની જરૂર નથી. મને ક્રેડિટ લેવાની આદત નથી. હા, કેટલીક બાબતો એવી હતી કે મેં મેદાન પરના નિર્ણયો લીધા અથવા ડ્રેસિંગ રૂમમાં નિર્ણય લીધો, તેનો શ્રેય બીજા કોઈએ લીધો. મારા માટે એ મહત્વનું હતું કે અમે શ્રેણી જીતીશું. ત્યારપછીના લોકોની પ્રતિક્રિયાઓ, જે બાદમાં લોકોને કહેવામાં આવી હતી જે બાદમાં મીડિયામાં આવી હતી કે આ અમે કર્યું, આ અમારો નિર્ણય હતો, આ તેમના શબ્દો હતા, પરંતુ મેં શું નિર્ણય લીધો તે હું જાણું છું.