રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: બુધવાર, 8 મે 2019 (11:52 IST)

આવા સ્ત્રીના ઘરમાં દેવી લક્ષ્મી પ્રવેશ નથી કરતી

નમસ્કાર વેબદુનિયા ગુજરાતીના ધર્મ ચેનલમાં આપનુ સ્વાગત છે.. આજે હુ આપને બતાવી રહી છુ કે હિન્દુ શાસ્ત્રો મુજબ સ્ત્રીની કંઈ ભૂલોને કારણે ઘરમાં દેવી લક્ષ્મી પ્રવેશ નથી કરતી તેની માહિતી.. 
મિત્રો ઘરની ગૃહિણી એ ગૃહલક્ષ્મી કહેવાય છે. એક ગુણવાન ગૃહિણીને કારણે જ મકાન સાચા અર્થમાં ઘર બને છે.  ઘરની સુખ સમૃદ્ધિ પણ મોટાભાગે એક સ્ત્રીના હાથમાં હોય છે.  જે ઘરમાં સ્ત્રી ઘરની દરેક વ્યક્તિનુ ધ્યાન રાખે છે અને હિન્દુ ધર્મના રીત રિવાજોનુ પાલન કરે છે તે ઘર પર લક્ષ્મી સદાય મહેરબાન રહે છે. 
 
પરંતુ કેટલાક કામ એવા પણ છે જે ઘરની મહિલાઓએ ન કરવી જોઈએ. કારણ કે ઘરની વહુઓ અને દીકરીઓને લક્ષ્મીનુ રૂપ માનવામાં આવે છે. એવી માન્યતા પણ છેકે કોઈપણ સ્ત્રી ચાહે તો ઘરને સ્વર્ગ બનાવી શકે છે અને ચાહે તો ઘરને નર્ક બનાવી શકે છે. 
 
આપણા શાસ્ત્રોમાં સ્ત્રીઓની કેટલીક ટેવ વિશે બતાવ્યુ છે જેને કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે તો કેટલીક ટેવો એવી છે કે જેને કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. તો ચાલો જાણીએ સ્ત્રીઓએ કયા 8 કામ ન કરવા જોઈએ 
 
1 પહેલુ છે સાવરણની પગ - જે સ્ત્રીઓએ સાવરણીને પગ લગાવે છે કે સાવરણીને ઠોકર મારે છે ત્યા ક્યારેય પણ દેવી લક્ષ્મીનો વાસ નથી રહેતો. આવા ઘરમાં દરિદ્રતા છવાયેલી રહે છે. એવુ માનવામાં આવે છે કે સાવરણણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. 
 
2. બીજી છે ગેસ પર એંઠા વાસણો - ઘણી મહિલાઓની ટેવ હોય છે કે એ રાત્રે તવો અને કઢાઈ એંઠી ગેસ પર જ છોડીને સૂઈ જાય છે. આવા ઘરમાં પણ લક્ષ્મી ક્યારેય નથી આવતી. આ ગરીબી અને દુખનુ કારણ બને છે. તેથી રાત્રે ગેસ પર એંઠા વાસણો ન છોડો 
 
3. જે ઘરની મહિલાઓ ઠોકરથી દરવાજો ખોલે છે કે લાત મારીને દરવાજો બંધ કરે છે ત્યાથી પણ ઘનની દેવી મા લક્ષ્મી નારાજ થઈ જાય છે. તેથી જો તમારા ઘરમાં પણ આવુ થતુ હોય તો તેને તરત રોકો. 
 
4 ચોથી વાત છે ઉંબરા પર બેસીને ભોજન - જો તમારા ઘરની કોઈ મહિલા ઘરના ઉંબરા પર બેસીને ભોજન કરે છે તો તે ઘરની બરબાદીનુ કારણ બને છે. તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. 
 
5. પાંચમી વાત છે રસોડામાં એંઠા વાસણો - જો ઘરની મહિલા ઘરમાં એંઠા વાસણો મુકીને સૂઈ જાય છે તો આ ગરીબીને નિમંત્રણ આપવા જેવુ છે. આવુ ન થવા દો. ઘરમાં સુખ સમૃદ્ધિ માટે અઠવાડિયામાં એકવાર ઘરમાં સમુદ્રી મીઠાથી પોતુ લગાવો. આવુ કરવાથી મહાલક્ષ્મીની કૃપા કાયમ રહેશે. 
 
6 છઠ્ઠી વાત છે સાંજના સમયે ઝાડુ લગાવવી જે મહિલાઓ સવારના બદલે સાંજે કચરો વાળે છે તે ઘરમાં દરિદ્રતા આવે છે. તેથી આ ટેવને છોડી દો. 
 
7. સાતમી વાત છે મોડા સુધી સૂતા રહેવુ - જે સ્ત્રીઓ મોડા સુધી સૂતી રહે છે એ ઘર માટે શુભ નથી કહેવાતુ આવુ કરવાથી ઘરમાં નેગેટિવિટી આવે છે. આવી સ્ત્રીઓને કારણે ઘરમાં પતિને કે ઘરના અન્ય લોકોને સફળતા મળતી નથી. 
 
8મી વાત છે સવારે આંગણુ સ્વચ્છ ન કરવુ.. - જે મહિલાઓ સવારે જલ્દી ઉઠીને પોતાનુ આંગણુ સ્વચ્છ નથી કરતી એવા ઘરમાં દેવી લક્ષ્મી ક્યારેય પ્રવેશ નથી કરતી. ઘરની મહિલાઓએ સવારે ઉઠીને આંગણું સાફ કરવુ જોઈએ પછી પાણી છાંટવુ જોઈએ અને ઘરનાં આંગણમાં રંગોળી બનાવવી જોઈએ. અને મા લક્ષ્મીનુ સ્વાગત કરવુ જોઈએ. આવા ઘરમાં મા લક્ષ્મી તરત પ્રવેશ કરે છે.