રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ન્યુયોર્ક , રવિવાર, 21 ઑગસ્ટ 2016 (10:02 IST)

નૌકાદળના સૈનિકોની ટ્રેઇનિંગમાં આંખ પર પેપર-સ્પ્રેનો છંટકાવ

લશ્કરી તાલીમ કેવી આકરી હોય છે એનો તસવીરી પુરાવો હમણાં જ બહાર પડેલા અમેરિકન નૌકાદળના સૈનિકોની ટ્રેઇનિંગના ન્યુઝમાં જોવા મળે છે. સૈનિકોને કોઇપણ પ્રકારની આકરી સ્થિતિમાં ટકી રહેવા માટેની ટ્રેઇનિંગના ભાગરૂપે  કરાતું હોવાનું બહાર આવ્યું છે. સામાન્ય રીતે સ્ત્રીઓની છેડતી કરતા મવાલીઓને દુર ભગાડવા કે તોફાનીઓને હટાવવા માટે પેપર-સ્પ્રે વપરાય છે. આ સ્પ્રે આંખો પર લાગે ને ભયંકર બળતરા કરે છે અને કામલચાઉ ધોરણે અંધાપો લાવી દે છે. નૌકાદળના સૈનિકોને વન-બાય-વન ઉભા રાખીને નૌકાદળના નોન-લેથલ વેપન્સ ઇન્સ્ટ્રકટર તેમની આંખોમાં સીધો જ પેપર-સ્પ્રેનો છંટકાવ કરી દે આ તસવીરોમાં દેખાતી ટ્રેઇનિંગ ભલભલા બહાદુરોને થથરાવી દે એવી છે