શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 જાન્યુઆરી 2019 (13:10 IST)

રાજકોટમાં પાણીનો નળ ખોલતાં જ આવવા માંડ્યો દેશી દારૂ?

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે તેવી ફરિયાદ સાચી લાગે તેવી ઘટના રાજકોટમાં બની છે. રાજકોટ શહેરમાં વોર્ડ નં.13માં આવેલા આંબેડકરનગરમાં રહેતા લોકોએ જ્યારે નળ ખોલ્યો તો તેમાં દેશી દારૂ આવતા લોકો ચોંકી ગયાં હતાં.પાણીની પાઇપલાઇન સડી ગઇ હતી અને જ્યાં પાઈપ સડી ગઈ હતી તેથી લીકેજ થઇ હતી. આ સ્થળ પાસે જ દેશી દારૂનો ધંધો કરતા શખ્સો આથો ફેંકી ગયા હોવાથી નળમાં પાણીની સાથે દેશી દારૂ આવ્યો હતો. બાદમાં આ લાઇન રિપેર કરાઈ હતી તેથી દેશી દારૂ આવતો બંધ થયો હતો. જો કે આ ઘટનાએ ગુજરાતની દારૂબંધીની પોલ ખોલી દીધી હતી. રાજકોટમાં આજી ડેમ પાસે આવેલા માંડા ડુંગર આસપાસ અનેક નવી સોસાયટીઓ બની છે, પરંતુ ત્યાં પ્રાથમિક સુવિધા નહીં હોવાથી ત્યાં રહેતાં લોકો પરેશાન છે. તેના કારણે આ પ્રકારની સ્થિતી સર્જાય છે.