રાહુલના દલાલીવાળા નિવેદન પર બોલ્યા કેજરીવાલ - સુરક્ષા પર રાજનીતિ ન થવી જોઈએ
સેનાના યુવાનોને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો કરનારા રાહુલ ગાંધીને અરવિંદ કેજરીવાલને નિશાન બનાવાયા છે. કેજરીવાલે રાહુલ ગાંધીના નિવેદનની નિંદા કરતા કહ્યુ કે હુ રાહુલ ગાંધીના નિવેદનને નિંદા કરુ છુ જે તેમણે સૈનિકોને લઈને આપ્યુ. આ તે મુદ્દો છે જેના પર આપણે બધાએ સાથે રહેવાની જરૂર છે.
રાહુલે કહ્યુ હતુ કે પીએમ મોદી સૈનિકોની દલાલી કરી રહ્યા છે. તેના પર કેજરીવાલે કહ્યુ કે આ પ્રકારના શબ્દનો પ્રયોગ તેમણે ન કરવો જોઈએ. આ એ સમય છે જ્યારે આપણે સૌએ એક સાથે ઉભુ થવુ પડશે. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે જે આપણા જવાન છે જેમણે પોતાનુ લોહી આપ્યુ છે. જમ્મુ કાશ્મીરમાં જેમણે પોતાનુ લોહી આપ્યુ છે. જેમણે હિન્દુસ્તાન માટે સર્જીકલ સ્ટ્રાઈક કરી છે. તેમના લોહી પાછળ તમે છુપાયા છો. તેમની તમે દલાલી કરી રહ્યા છો. તમે હિન્દુસ્તાનની સેનાના સાતમા પે કમીશનમાં પૈસા વધારીને આપો. આ તમારુ કામ છે.. આ તમારી જવાબદારી છે.