ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 16 ઑક્ટોબર 2023 (13:23 IST)

આજે 11 વાગ્યે ફોનમાં સાયરન વાગે તો ગભરાતા નહીં, આજે ઈમર્જન્સી એલર્ટનું પરિક્ષણ કરવામાં આવ્યું છે

જો અચાનક તમારા મોબાઈલમાં કોઈ સાઉન્ડ ચાલુ થઈ જાય તો હેરાન થતાં નહીં અને ગભરામણમાં સરી ના પડતાં. સમગ્ર ગુજરાતમાં આ પ્રકારે આજે ફોનમાં સાયરનો વાગી રહી છે. કારણ કે ઈમર્જન્સી એલર્ટ સિસ્ટમનું સવારે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કુદરતી આપત્તિ આવે ત્યારે સાયરન વાગે તેનું ટેસ્ટિંગ સેલ બ્રોડકાસ્ટનું મોટાપાયે પરીક્ષણ કરવામાં આવશે.અચાનક તમારા મોબાઈલમાં વાઈબ્રેશનની સાથે અલગ અવાજ સંભળાય છે તો ગભરાવાની જરૂર નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા 16 ઓક્ટોબર, 2023ના રોજ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ માત્ર એક ચેતવણી સંદેશ હશે જે તમને આપત્તિ વિશે ચેતવણી આપશે.

આ મેસેજ તમને વાસ્તવિક કટોકટી વિશે સૂચવશે નહીં. આ અંગે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી.સરકાર દ્વારા મોકલવામાં આવી રહેલા આ ચેતવણી મેસેજમાં લખવામાં આવ્યું છે કે, “આ સેમ્પલ ટેસ્ટ મેસેજ છે જે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ ભારત સરકાર દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવ્યો છે. કૃપા કરીને આ સંદેશને અવગણો કારણ કે તે તમારા તરફથી કોઈ કાર્યવાહી સૂચિત કરતું નથી.” આ સંદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવી રહેલી ઓલ ઈન્ડિયા ઈમરજન્સી એલર્ટ સિસ્ટમને લાગૂ  કરવા માટે મોકલવામાં આવ્યો છે.