ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2017 (12:07 IST)

મતદારોને આકર્ષવા કોંગ્રેસનું બેરોજગારી નોંધણી અભિયાન શરૂ

કોંગ્રેસ પક્ષ દ્વારા બેરોજગાર યુવાનોને રોજગારી ભથ્થુ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેના રજીસ્ટ્રેશનની શરૂઆત કોંગ્રેસના ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલે વડોદરાના ડભોઈથી કરાવી છે. ગુજરાતમાં યોજાનાર આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની નજર યુવા મતદારો પર છે. ચૂંટણીમાં અંદાજે 50 લાખ યુવા મતદાર મહત્વની ભૂમિકા ભજવશે.

કોંગ્રેસ દ્વારા યુવા મતદારને સ્માર્ટ ફોન અને રોજગારી ભથ્થુ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તો ભાજપની રૂપાણી સરકાર દ્વારા નવા નોંધાયેલા મતદારોને પોતાની તરફ વાળવા માટે 3 લાખ ટેબ્લેટ આપવામાં આવ્યા હતા.ગુજરાત કોંગ્રેસે બેરોજગાર યુવાનો માટે યોજનાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, પોસ્ટ ગ્રેજ્યુએટ બેરોજગારોને મહિને 4 હજાર રૂપિયા, ગ્રેજ્યુએટને 3500 રૂપિયા અને ધોરણ 12 પાસને 3 હજાર રૂપિયા રોજગારી ભથ્થુ તરીકે આપવામાં આવશે.