સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2017 (12:01 IST)

ગાંડા થયેલા વિકાસને ડાહ્યો કરવા ભાજપ VVIPઓની ફોજ ઉતારશે

ગુજરાતમાં પાટીદાર અને દલિત આંદોલને ભાજપની ઊંઘ હરામ કરી નાંખી હતી. એવામાં બનાસકાંઠામાં વરસાદી પુરને કારણે ભાજપે જે રાહત સહાય સામગ્રી જાહેર કરી હતી તે પણ ત્યાંના લોકોને મળી નથી. પાક વિમા માટે ખેડૂતો હવે રોડ પર ઉતરી ગયાં છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં ગાંડો થયેલો વિકાસ ભાજપના નેતાઓને ગાંડા કરી રહ્યો છે. એક ટીખળથી ભાજપની ઊંઘ હરામ થઈ જતાં હવે આગામી ચૂંટણીના પ્રચાર માટે ભાજપ વીવીઆઈપી લોકોની ટીમ ગુજરાતમાં ઉતારશે એવું રાજકિય સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.  તાજેતરમાં જ જાપાનના વડાપ્રધાન શિંઝો આબે અને આપણા વડાપ્રધાન મોદીની બે દિવસીય અમદાવાદ યાત્રા કરી હતી. ભાજપનું રાજય એકમ આવી VVIP વિઝિટ દ્વારા સોશિયલ મીડિયાના આ ઉપહાસનો જવાબ આપવા માગે છે.પક્ષે તે માટે તમામ MLAને આદેશ આપ્યા હતા કે જેટલા શકય બને તેટલા લોકોને આ રોડ શો સહિતના કાર્યક્રમાં લઈને આવો જેથી લોકોને દર્શાવી શકાય કે ભાજપે કરેલા વિકાસના ગુણગાન વિદેશોમાં પણ થાય છે. ભાજપની સોશિયલ મીડિયા ટીમ પણ હાલ આ કામે લાગી ગઈ છે. તેઓ જાપાનીઝ વડાપ્રધાનની મુલાકાતને પીએમ મોદી અને ભાજપની મોટી જીતના સ્વરૂપે દર્શાવી રહ્યા છે.બંને પીએમની ગુજારાત મુલાકાત અને તે દરમિયાન યોજેયેલ સમિટ દરમિયાન જાપાન અને ગુજરાત વચ્ચે ૧૫ જેટલા સમજૂતી કરાર થયા છે. જેમાં ૧૫ જેટલી જાપાનીઝ કંપનીઓએ ગુજરાતમાં ઇન્વેસ્ટ કરવા માટે તૈયારી દર્શાવી MoU કર્યા હતા. જેમાં મોરેસ્કો કોર્પોરેશન, ટોયોડા ગોસેઈ કું. લી. સહિતની દિગ્ગજ કંપનીઓ સામે છે.