શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2017 (17:10 IST)

અલ્પેશ ઠાકોરથી સમાજનો મોટો વર્ગ નારાજ, ભાજપમાં આવે તો કાર્યકરો પણ નારાજ

દારૂબંધી-બેરોજગારી અને શિક્ષણના મુદ્દે આંદોલન છેડનાર અલ્પેશ ઠાકોર હવે ખેડુત આંદોલન તરફ જઈ રહ્યા છે. બીજી તરફ વિધાનસભાની ચૂંટણી સામે છે ત્યારે તેમણે પોતાના સમર્થકો પાસે કયાં રાજકીય પક્ષ સાથે જોડાણ કરવુ જોઈએ, અથવા નવો પક્ષ બનાવવો જોઈએ તે અંગે મત માંગ્યો છે. પાટીદાર આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલ કોંગ્રેસ તરફ જાય છે તેવું લગભગ નક્કી છે, પણ હજી અલ્પેશ પોતાનો ઝુકાવ કોની તરફ છે તે કળવા દેતા નથી.

ભાજપના સુત્રોના જણાવ્યા પ્રમાણે અલ્પેશ ભાજપના નેતાઓ સાથે બેઠક અંગે ચર્ચા વિચારણા કરી રહ્યા છે, અને અલ્પેશ સાથેની વાટાઘાટો ફળદાઈ રહે તેવી સંભવાના છે. હાલના તબ્બકે ભાજપની નેતાગીરી ઈચ્છતી નથી કે ભાજપના મતોનું વિભાજન થાય. અલ્પેશ ઠાકોર છેલ્લાં પાંચ વર્ષથી ઠાકોર સમાજમાં શિક્ષણ અને દારૂબંધીના મુદ્દે કામ કરી રહ્યા છે તેના કારણે ઠાકોર સમાજ ઉપર તેમનું સારૂ પ્રભુત્વ છે, તે સંજોગોમાં ભાજપ પાસે અલ્પેશ સાથે સમાધાન કર્યા વગર છુટકો નથી. અલ્પેશ ઠાકોર ભાજપ સાથે બેસવાનો નિર્ણય લઈ રહ્યા છે તેવી જાણકારી મળતા ઠાકોર સમાજનો એક મોટો વર્ગ નારાજ થયો છે. તેમનો મત છે કે ઠાકોર સમાજે ભાજપને મત આપવા કે પછી કોંગ્રેસને તે ઠાકર સમાજે વ્યકિગત નિર્ણય લેવાનો છે, અલ્પેશ આખા સમાજનો નિર્ણય લઈ શકે નહીં. પરંતુ જો અલ્પેશ ભાજપમાં જવાનો નિર્ણય કરશે તો ઠાકોર સમાજે અલ્પેશ સાથે છેડો ફાડી નાખવો પડશે.