રવિવાર, 27 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 જૂન 2017 (14:33 IST)

Modi in Rajkot - આવતીકાલથી ગુજરાત આવી રહેલા મોદીના પ્રવાસની વિગતો

પીએમ મોદી આવતી કાલથી ગુજરાતમાં બે દિવસની યાત્રાએ આવી રહ્યાં છે. તેઓ રાજકોટ, અમદાવાદ, ગાંઘીનગર અને અરવલ્લી ખાતે અલગ અલગ કાર્યક્રમોનું ઉદ્ઘાટન અને જાહેરસભા સંબોધવાના છે. રાજકોટ ખાતે મોદી રોડ શો યોજશે. તેઓ આ યાત્રા દરમિયાન રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. 2017ના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાય તેવી શક્યતાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 150થી વધુ બેઠક જીતવાનો લક્ષ્યાંક પૂરો કરવા માટે  ગુજરાતના ચારેય ખૂણે વિશાળ જનમેદની સંબોધી ચૂક્યાં છે. ઓગસ્ટ 2016થી જૂન 2017 એટલે કે 11 મહિનામાં મોદીની આ 10મી મુલાકાત હશે. ત્યારે પ્રવાસની પળે-પળની વિગતો આ પ્રમાણે છે.
29 જૂન
દિલ્હીથી એરફોર્સના વિમાનમાં અમદાવાદ આવવા રવાના થશે.
અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ જવા રવાના થશે.
સાબરમતી આશ્રમ ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
અમદાવાદ સર્કિટહાઉસ ખાતે લંચ લેશે.
અમદાવાદ એરપોર્ટથી રાજકોટ જવા રવાના
રાજકોટ એરપોર્ટ પહોંચશે.
રેસકોર્સ મેદાનમાં દિવ્યાંગના કાર્યક્રમમાં ભાગ લેશે.
આજી ડેમ સાઇટ પર પહોંચશે.
ઉદ્ધાટન કાર્યક્રમ.
આજી ડેમ ખાતે જાહેર કાર્યક્રમ
આજી ડેમથી એરપોર્ટ સુધી રોડ શો
અમદાવાદ એરપોર્ટ આવશે
રાજભવન ગાંધીનગર ખાતે રાત્રિરોકાણ

30 જૂન
 
ગાંધીનગરથી એરફોર્સના પ્લેનમાં મોડાસા જવા રવાના
મોડાસા ઇજનેરી કોલેજમાં કાર્યક્રમ
પાણીની યોજનાનું ઉદ્ધાટન
રાજભવન ગાંધીનગર પરત ફરશે
રાજભવન લંચ
ગાંધીનગર ટેક્સટાઇલ ફેરની મુલાકાત
ટેક્સટાઇલ ફેરનું ઉદ્ધાટન
કાંકરિયા લેકનો કાર્યક્રમ
ટ્રાન્સસ્ટ્રેડિયાનું ઉદ્ધાટન કાંકરિયા
અમદાવાદ એરપોર્ટ
એરફોર્સના વિમાનમાં ડિનર
દિલ્હી પહોંચશે