ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2019
Written By
Last Updated : મંગળવાર, 26 માર્ચ 2019 (16:35 IST)

અશ્વિને લીધો લગાન નો બદલો, ફિલ્મમાં બતાવ્યો માંકડ વાળાનો વીડિયો થયો વાયરલ

જયપુર. કિગ્સ ઈલેવન પંજાબના કપ્તાન રવિચંદ્રન અશ્વિને સોમવારે રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન જોસ બટલરને માંકડ અંદાઅમાં રનઆઉટ કરીને વિવાદને જન્મ આપ્યો છે. આ ઘટના પર ક્રિકેટ  જગતમાં ચર્ચા છેડાય ગઈ છેકે અશ્વિને એ કર્યુ તે સાચુ હતુ કે ખોટુ. ઉલ્લેખનીય છે કે આ દ્રશ્યનો સૌથી વધુ ફાયદો સોશિયલ મીડિયા પર સક્રિય યુઝર્સ ઉઠાવ્યો.  જેમણે અનેક પ્રકારના મીમ્સ બનાવીને તેને સુપરહિટ શો બનાવી દીધો છે. બોલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મ લગાનનો આવુ જ એક દ્રશ્ય સોશિયલ મીદિયા પર વાયરલ થયુ છે. જેમા માંડક રનઆઉટ બતાવાયો છે. 

 
તમને જાણ હશે કે 1947માં ભારતના ઓલરાઉંડર વીનૂ માંકડે આ અંદાજમાં રનઆઉટ કરીને ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેન બિલ બ્રાઉનને પેવેલિયન મોકલ્યો હતો. માંકડે બે વાર આ તકનીકનો ઉપયોગ કર્યો હતો. તેમણે અભ્યાસ મેચ અને પછી સીરિઝના બીજી ટેસ્ટમાં બેટ્સમેનને વિવાદિત ઢંગથી રનઆઉટ કર્યો. ત્યાબાદથી આ રીતે આઉટ થવાને માંકડના નામ પર મુકવામાં આવ્યુ. 
 
લગાન ફિલ્મમા6 આ રીતે એક દ્રશ્ય બતાવ્યુ હતુ. જેમા કેપ્ટન રસેલની ટીમના એક બોલરે ભૂવનની ટીમના ટીપૂને રનઆઉટ કર્યો હતો. ટીપૂ ઘાયલ ઈસ્માઈલ માટે રનર બનીને દોડ લગાવી રહ્યો હતો. ત્યારે કેપ્ટન રસેલની ટીમના બોલરે માંકડ અંદાજમાં ટીપૂને રનઆઉટ કર્યો. 
 
સોશિયલ મીડિયા યૂઝર્સે એ દ્રશ્ય અને અશ્વિનનો ફોટો એકસાથે મેળવ્યો અને મજેદાર કેપ્શન્સ સાથે રજુ કર્યુ.  એક યૂઝરે લખ્યુ, અશ્ચિને લગાનનો બદલો લીધો. એક યૂઝરે લખ્યુ, અશ્વિને એ કર્યુ તે વધુ ખરાબ ન લાગ્યુ. કારણ કે તેણે બટલર સાથે એ કર્યુ જે રસેલની ટીમના સાથીએ ભૂવનની ટીમના સાથી સાથે કર્યુ હતુ. લગાનનો બદલો લેશે રે આ રવિચંદ્રન અશ્વિન. 
 
બીજી બાજુ બટલરના રનઆઉટ થતા  પંજાબે ગેમમાં જોરદાર કમબેક કર્યુ અને 14 રનથી મેચ પોતાને નામે કરી. બટલર રાજસ્થાનના સર્વશ્રેષ્ઠ સ્કોરર રહ્યા. તેમણે 43 બોલમાં 69 રનની રમત રમી. બટલરના આઉટ થયા પછી રાજસ્થાને આગામી 12 બોલમાં પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી. 
 
જ્યા અશ્વિન પોતાના નિર્ણયને યોગ્ય બતાવી રહ્યા છે. બીજી બાઉ તેમના વિરોધી કપ્તાન અજિંક્ય રહાણેએ મામલે ટિપ્પણી કરવાથી ઈંકાર કરી દીધો છે. અશ્વિનથી બટલર પણ નારાજ જોવા મળ્યા અને બંનેયે મેચ પછી એકબીજા સાથે હાથ પણ ન મિલાવ્યો. 
 
ક્રિકેટ જગતમાં અશ્વિનની હરકત પર મિશ્રિત પ્રતિક્રિયા જોવા મળી રહી છે.