ગુરુવાર, 5 ઑક્ટોબર 2023
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2020
Written By
Last Modified: બુધવાર, 12 ઑગસ્ટ 2020 (17:27 IST)

IPLમાં ધૂમ મચાવવા ઉત્સાહિત છે પંડ્યા, કરી રહ્યા છે ટફ ટ્રેનિંગ

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આઈપીએલમાં રમવા માટે ખૂબ ઉત્સુક છે, જેના માટે તે સખત ટ્રેનિંગ લઈ રર્હ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલનો બચાવ ચેમ્પિયન છે, જે આ વખતે યુએઈમાં પોતાના ખિતાબનો બચાવ કરવા માંગશે.
 
મુંબઇ ઇન્ડિયન્સને પણ આ સ્ટાર ખેલાડી પાસેથી સારો દેખાવ કરવાની અપેક્ષા રહેશે. આઈપીએલ 2020 ની સીઝન UAEમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી રમાશે.
 
હાર્દિક પંડ્યાએ તેના વર્કઆઉટનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વિડિયોમાં પંડ્યા હેવી વેટની પ્લેટ હાથમાં પકડી બેલેન્સ બનાવવાની એક્સરસાઈઝ કરી રહ્યા છે. 
 
ઉલ્લેખનીય  છે કે હાર્દિક પંડ્યા તાજેતરમાં પિતા બન્યા છે. તેમની પત્ની નતાશા સ્ટેનકોવિચે એક પુત્રને જન્મ આપ્યો છે. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેમની ફિટનેસને લઈને ખૂબ જનૂની છે. 
 
હાર્દિક પંડ્યાએ આ વીડિયોને શેર કરતાં લખ્યું છે, 'ઇંચ બાય ઇંચ, વાંરવાર'. હાર્દિકનો આ વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ફેંસ તેને લઈને સતત  ટિપ્પણી કરી રહ્યા છે.
 
ઉલ્લેખનીય છે કે કોરોના યુગની નિરાશા વચ્ચે, ટૂંક સમયમાં ક્રિકેટ ચાહકોને ખુશ રહેવાની તક મળશે. IPL નો તડકો લગાવતા જ ક્રિકેટને નવી ઊર્જા મળશે.