સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2020
Written By
Last Updated : શુક્રવાર, 25 સપ્ટેમ્બર 2020 (11:35 IST)

KXIPvRCB: કેએલ રાહુલના બે કેચ છોડીને સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા વિરાટ કોહલી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સીઝનની છઠ્ઠી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) ના કેપ્ટન વિરાટ કોહલીએ કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન કેએલ રાહુલના બે આસાન કેચ છોડી દીધા, જ્યારબાદથી તે ટ્વિટર પર ખરાબ રીતે ટ્રોલ થયો. વિરાટને બંને કેચ છોડવા ભારે પડ્યા. રાહુલ આ મેચમાં 69 બોલમાં 132 રન બનાવ્યા બાદ  અણનમ પરત ફર્યો હતો. રાહુલની આ ઇનિંગના આધારે કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં ત્રણ વિકેટે 206 રન બનાવ્યા હતા. વિરાટની ગણતરી દુનિયાના સૌથી ફિટ ફીલ્ડરોમાં થાય છે અને તેની ટીમનો કોઈ ફીલ્ડર  જ્યારે પણ કેચ છોડે છે ત્યારે તે ઘણો ગુસ્સે જોવા મળે છે.


વિરાટને  ટ્વિટર પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ફિલ્ડિંગ બાદ વિરાટ પણ બેટિંગમાં પણ નિષ્ફળ ગયો હતો અને 5 બોલમાં 1 રન બનાવી આઉટ થયો હતો. 17મી ઓવરમાં વિરાટે પહેલા સ્ટેનની બાઉન્ડ્રી લાઈન પર રાહુલનો કેચ છોડ્યો, અને ત્યારબાદ પછીની ઓવરના અંતિમ બોલ પર તેણે ફરીથી  નવદીપ સૈનીની બોલિંગમાં રાહુલનો કેચ છોડ્યો.  જ્યારે વિરાટે પહેલો કેચ છોડ્યો  ત્યારે રાહુલ 83 રન બનાવીને રમી રહ્યો હતો. બીજી વખત જ્યારે રાહુલનો કેચ છુટ્યો ત્યારે તે 89 રન બનાવીને રમી રહ્યો હતો.

 
 
બીજી જ ઓવરમાં રાહુલે ડેલ સ્ટેઈનની ઓવરમાં 26 રન બનાવ્યા. આ પછી રાહુલે કોઈ પણ આરસીબી બોલરને ધોવામાં છોડ્યો નહીં. રાહુલે તેની ઇનિંગ દરમિયાન 14 ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલીને  સોશિયલ મીડિયા પર આ રીતે ટ્રોલ કર્યા