શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2021
Written By
Last Modified: મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (07:18 IST)

9 વર્ષ છતા હાથ ખાલી, IPL ખિતાબ જીત્યા વગર વિદાય થયા કપ્તાન વિરાટ કોહલી

IPL 2021(IPL 2021)ની એલિમિનેટર મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ લો-સ્કોરિંગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 4 વિકેટે હરાવ્યું. આ સાથે કોલકાતાએ ફાઇનલની રેસમાં એક ડગલું આગળ વધીને બીજા ક્વોલિફાયરમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે, જ્યાં તેનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. શારજાહમાં રમાયેલી પ્લેઓફની આ બીજી મેચમાં પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 137 રન બનાવ્યા, જેને કોલકાતાએ 20 મી ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્ય મેળવી લીધુ હતુ. સાથે જ આ હારથી ટુર્નામેન્ટમાં બેંગ્લોરની યાત્રા સમાપ્ત થઈ ગઈ અને પ્રથમ ખિતાબ જીતવાની તેની રાહ વધુ એક વર્ષ સુધી લંબાઈ. આ સાથે  જ વિરાટ કોહલીનુ (Virat Kohli) આઈપીએલ ખિતાબ સાથે આરસીબીની કેપ્ટનશીપ છોડવાનું સપનું પણ રોળાઈ ગયું.
 
શારજાહમાં યોજાયેલી આ મેચમાં બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને ટીમોએ આ મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં કોઇ ફેરફાર કર્યો નહોતો. શારજાહની ધીમી પીચ પર, કોહલી અને પડિકલે કોલકાતાને ઝડપી શરૂઆત આપી અને પાવરપ્લેમાં જ 50 થી વધુ રન બનાવ્યા. જો કે, આ સમય સુધીમાં પાડીક્કલને લોકી ફર્ગ્યુસને બોલ્ડ કર્યો હતો અને અહીંથી કોલકાતા મેચમાં કમબેક કર્યુ. 
 
આઈપીએલ 2021 ની બીજી સીઝનની શરૂઆત પહેલા વિરાટ કોહલીએ જાહેરાત કરી હતી કે તે આ સીઝન બાદ કેપ્ટનશીપ છોડી દેશે. જોકે, વિરાટે એ પણ ખાતરી આપી હતી કે તે ભવિષ્યમાં આરસીબી સાથે જોડાયેલા રહેવા માંગે છે, પરંતુ બેટ્સમેન તરીકે ટીમ માટે કામ કરશે. ત્યારથી ચાહકો અને સમગ્ર RCB ટીમ ચેમ્પિયન તરીકે તેમના કેપ્ટનને વિદાય આપવા માંગતી હતી, જોકે KKR એ આવું થવા દીધું ન હતું.
 
કેપ્ટનશીપ છોડવા પર આપ્યુ નિવેદન
 
કેપ્ટન તરીકેની છેલ્લી આઈપીએલ રમવા અંગે વિરાટ કોહલીએ કહ્યું કે, 'મેં એવી પરંપરા બનાવવાનો ઘણો પ્રયત્ન કર્યો છે જ્યાં આક્રમક ક્રિકેટ રમી શકાય. હુ ભારતીય ટીમમાં આ જ પ્રયાસ કર્યો છે. હું એટલું જ કહી શકું કે મેં મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે. મેં અહીં મારું 120 ટકા આપ્યું છે અને મેદાન પર ખેલાડી તરીકે ફ્રેન્ચાઇઝીમાં યોગદાન આપવાનું ચાલુ રાખીશ. આ એક સારી તક છે કે હવે અમે આગામી ત્રણ વર્ષ માટે ટીમને ફરીથી ઉભી કરીએ. હું માત્ર બેંગ્લોર માટે રમીશ. પ્રામાણિકતા મારા માટે મહત્વની છે અને આઈપીએલના છેલ્લા દિવસ સુધી આ ફ્રેન્ચાઈઝીને સમર્પિત રહેશે.