1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2021
Written By
Last Updated : બુધવાર, 17 ફેબ્રુઆરી 2021 (18:51 IST)

IPL 2021: શ્રીસંતને લાગ્યો મોટો ઝટકો, આ વર્ષે આઈપીએલ નહી રમી શકે

ઈંડિયન પ્રીમિયર લીગના 14મી સીઝન માટે 18 ફેબ્રુઆરીના રોજ ખેલાડીઓની હરાજી થશે. આ વર્ષે હરાજી માટે 1114 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. બીસીસીઆઈ તરફથી રજુ લિસ્ટમાં ફક્ત 292 ખેલાડીઓને જ બોલી માટે પસંદ કરવામાં આવ્યા છે. 7 વર્ષના લાંબા અંતર પછી ક્રિકેટમાં કમબેક કરનારા શ્રીસંતને હરાજીમાં સામેલ કરવામાં આવ્યા નથી. 
 
સ્પોટ ફિક્સિંગમાં સાતની સજા ભોગવનારા એસ શ્રીસંતે તાજેતરમાં જ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દ્વારા ક્રિકેટમાં કમબેક કર્યુ. મુશ્તાક અલી ટ્રોફીમાં શ્રીસંતને કેરલની ટીમમાં સ્થાન મળ્યુ હતુ. શ્રીસંતે આ વર્ષે હરાજી માટે રજીસ્ટર કર્યો હતો. પણ હવે શ્રીસંતના કમબેકની આશાને કરારો ઝટકો લાગ્યો છે. 
 
પૂજારાને મળ્યુ સ્થાન 
 
ટીમ ઈંડિયાના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારાને એકવાર ફરીથી આઈપીએલનો ભાગ બનવાની આશા છે. 292 ખેલાડીઓની લિસ્ટમાં ચેતેશ્વર પુજારાનુ નામ સામેલ છે. પૂજારાએ પોતાની બેસ પ્રાઈસ 50 લાખ રૂપિયા રાખી છે. પુજારા આ પહેલા કેકેઆર અને આરસીબી માટે આઈપીએલ રમી ચુક્યા છે. 
 
લાબુશેન થયા લિસ્ટ 
 
ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન માર્નસ લાબુશેને પહેલીવાર ખુદને આઈપીએલ માટે રજિસ્ટર કર્યો છે. લાબુશેનનો બેસ પ્રાઈઝ 1.5 કરોડ રૂપિયા છે. લાબુશેને આ વર્ષે આઈપીએલમાં રમવાની ઈચ્છા જાહેર કરી. 
 
ઉલ્લેખનીય છે કે આઈપીએલમાં આ વર્ષે 292 ખેલાડીઓમાં 164 ભારતીય ખેલાડીનો સમાવેશ છે. જ્યારે કે 125 વિદેશી ખેલાડી છે. 18 ફેબ્રુઆરીના રોજ બપોરે ત્રણ વાગ્યે બધી 8 ટીમોમાં 61 સ્લૉટ ભરવા માટે બપોરે ત્રણ વાગ્યે હરાજીની પ્રક્રિયા શરૂ થશે.