ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 16 મે 2024 (17:56 IST)

ઑલ ટાઈમ હાઈ પર પહોંચી ચાંદી 85,700 રૂપિયા દર કિલો સિના પછી સાડા 73 હજાર રૂપિયા

Silver At Record Hike: ભારતમાં સોના ચાંદીના ભાવમાં તીવ્રતાનો સિલસિલો ચાલુ છે. ગુરૂવારે 16 મે 2024ને બજારમા ચાંદીનો નવો રેકાર્ડ બનાવ્યો છે. આજે સવારે ચાંદી રેકાર્ડ બનાવેલ આજે સવારે ચાંદીએ પ્રતિ કિલોગ્રામ રૂપિયા 87,217નો રેકોર્ડ પાર કર્યો . સોનાના ભાવમાં પણ જોરદાર વધારો થયો હતો અને તે 73,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઉપર યથાવત છે.
 
સોના અને ચાંદીમાં ફરી વધારો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, ટ્રેડિંગ દરમિયાન 10 ગ્રામ સોનું રૂ. 541 વધીને રૂ. 73,475 થયું હતું. ચાંદીએ આજે ​​તેની નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે. તે રૂ. 1,195 મોંઘો થયો અને રૂ. 85,700 પ્રતિ કિલોએ પહોંચ્યો.
 
ગુરુવારે એમસીએક્સ પર ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો થયો હતો અને તેની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી હતી. હાલમાં વાયદા બજારમાં ચાંદી રૂ. 355ના વધારા સાથે રૂ.87,220 પ્રતિ કિલોગ્રામ પર છે. બુધવારે ચાંદી રૂ.86,865 પર બંધ હતી.
 
મુંબઈમાં 24 કેરેટ સોનું 74,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 89,100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.