સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Modified: મુંબઈ. , મંગળવાર, 3 મે 2022 (00:24 IST)

KKR vs RR: કેકેઆરને સતત 5 હાર બાદ મળી જીત, રાણા-રિંકૂની રમત રાજસ્થાન પર પડી ભારે

નીતિશ રાણા  (Nitish Rana) અને અંતે રિંકુ સિંહે અડધી સદીની ભાગીદારી કરીને કોલકાતા નાઈટ રાઈડર્સને જીત અપાવી હતી. ટીમે સતત 5 હાર બાદ જીત મેળવી છે. આ સાથે તેની પ્લેઓફની આશાઓ અકબંધ છે. IPL 2022ની 47મી મેચમાં KKRએ સોમવારે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું હતું. 10 મેચમાં ટીમની આ ચોથી જીત છે. પહેલા રમતા રાજસ્થાને 5 વિકેટે 152 રનનો સંઘર્ષપૂર્ણ સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન સંજુ સેમસને સિઝનની બીજી અડધી સદી ફટકારી હતી. જવાબમાં KKRએ 19.1 ઓવરમાં 3 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. નીતિશ રાણાએ સંયમિત ઇનિંગ રમી હતી. રાજસ્થાનની 10 મેચમાં આ ચોથી હાર છે.
 
જો કે ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી KKRની શરૂઆત સારી નહોતી.  ઓપનર બેટ્સમેન એરોન ફિન્ચ માત્ર 4 રન બનાવીને ફાસ્ટ બોલર કુલદીપ સેન દ્વારા બોલ્ડ થયો હતો. બીજો ઓપનર બાબા ઇન્દ્રજીત પણ મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. તે પ્રખ્યાત કૃષ્ણાના બોલ પર 15 રન બનાવીને આઉટ થયો હતો. 32 રનમાં 2 વિકેટ પડી ગયા બાદ કેપ્ટન શ્રેયસ અય્યર અને નીતિશ રાણાએ ટીમની કમાન સંભાળી હતી. તેણે ત્રીજી વિકેટ માટે 60 રન જોડ્યા. અય્યર 32 બોલમાં 34 રન બનાવીને ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો. તેણે 3 ફોર અને 1 સિક્સ ફટકારી હતી.
 
બટલર આ મેચમાં ફ્લોપ રહ્યો
ઓરેન્જ કેપ હોલ્ડર જોસ બટલર આ મેચમાં શાનદાર લયમાં જોવા મળ્યો છે. પરંતુ તે કોલકાતા સામે 25 બોલમાં 22 રન કરી પેવેલિયન ભેગો થયો હતો. ટિમ સાઉથીએ તેની વિકેટ લીધી હતી.
 
આ સિઝનમાં બટલરે 10 ઈનિંગમાં 65.33ની એવરેજથી 588 રન કર્યા છે.
બીજી વિકેટ માટે બટલર અને સેમસને 39 બોલમાં 48 રન જોડ્યા હતા.
 
RRની ધીમી શરૂઆત
ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા રાજસ્થાનની શરૂઆત ઘણી ખરાબ રહી હતી ત્રીજી ઓવરમાં દેવદત્ત પડ્ડિકલ 5 બોલમાં 2 રન કરી આઉટ થયો હતો. પહેલી 6 ઓવરમાં ટીમનો રનરેટ માત્ર 6.33નો રહ્યો હતો. ટીમના પાવરપ્લેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો માર્યો હતો.