ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Modified: ગુરુવાર, 28 એપ્રિલ 2022 (17:29 IST)

IPLના ફ્લોપ શો વચ્ચે વિરાટ કોહલીનો આ Video થયો વાયરલ, લોકો કરી રહ્યા છે ટ્રોલ

virat kohli
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં કોહલી પોતાની ટીમ RCBના સાથી ખેલાડીઓ સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં RCB ખેલાડી ગ્લેન મેક્સવેલે ભૂતકાળમાં તેની ભારતીય મૂળની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા. જેના માટે તેણે પોતાના સાથી ખેલાડીઓને રિસેપ્શન પાર્ટી આપી હતી. આ પાર્ટી દરમિયાન કોહલીનો આ વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં કોહલી સંપૂર્ણ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યો છે. જોકે તેનું બેટ અત્યાર સુધી IPLમાં શાંત રહ્યું છે અને આ જ કારણ છે કે લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે.