સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Modified: મંગળવાર, 26 એપ્રિલ 2022 (01:09 IST)

PBKS vs CSK: પંજાબ સામે ન ચાલ્યો ધોનીનો જાદુ, ચેન્નઈ 11 રનથી હારી મેચ

IPL punjab kings
IPL 2022ની 38મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સનો વધુ એક પરાજય થયો છે. પંજાબ કિંગ્સે આ મેચમાં CSKને 11 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા PBKSએ શિખર ધવનની અડધી સદીના આધારે ચેન્નાઈ સામે 188 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ સ્કોર સામે જાડેજાની ટીમ 20 ઓવરમાં 176 રન જ બનાવી શકી હતી. CSK માટે રાયડુએ સૌથી વધુ 78 રનની ઇનિંગ્સ રમી હતી. પંજાબ કિંગ્સ માટે આ સિઝનમાં આ ચોથી જીત છે અને તે 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. આ સિઝનમાં ચેન્નઈની આ 6ઠ્ઠી હાર છે.
 
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સની શરૂઆત પણ સારી ન રહી. રોબિન ઉથપ્પા 1, મિશેલ સેન્ટનર 9 અને શિવમ દુબે 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. CSKએ 40 રનમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી બેટિંગ કરવા આવેલા અંબાતી રાયડુએ ઋતુરાજ ગાયકવાડ (30) સાથે મળીને ટીમની કમાન સંભાળી અને રન રેટ વધાર્યો. રાયડુ સાથે 49 રનની ભાગીદારી કર્યા બાદ ગાયકવાડને રબાડાએ આઉટ કર્યો હતો.
 
ત્યારબાદ રાયડુએ કેપ્ટન જાડેજા સાથે 64 રનની ભાગીદારી કરી, આ ભાગીદારીમાં મોટાભાગના રન રાયડુના હતા. તે 39 બોલમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 78 રન બનાવીને આઉટ થયો હતો. રાયડુ જ્યારે આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 153 રન હતો. છેલ્લી બે ઓવરમાં ટીમને 35 રનની જરૂર હતી. રાયડુના આઉટ થયા બાદ મેદાન પર આવેલો ધોની આ વખતે મેચ પુરો કરી શક્યો ન હતો અને છેલ્લી ઓવરમાં 12ના અંગત સ્કોર પર ઋષિ ધવનના હાથે આઉટ થયો હતો. ચેન્નાઈ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 176 રન બનાવી શકી હતી.