બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Updated : ગુરુવાર, 28 એપ્રિલ 2022 (00:02 IST)

IPL 2022: રાશિદ ખાને અંતિમ ઓવરમાં લગાવી 3 સિક્સર, ગુજરાતની હૈદરાબાદ પર રોમાચંક જીત

gujarat titans
મુંબઈ. ગુજરાત ટાઇટન્સ(Gujarat Titans) એ IPLમાં પોતાની સર્વશ્રેષ્ઠ રમત ચાલુ રાખી છે. IPL 2022ની 40મી મેચમાં ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદને 5 વિકેટથી હરાવ્યું હતું.  આ ગુજરાતની  8 મેચમાં 7મી જીત છે. ટીમ 14 પોઈન્ટ સાથે ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. આ સાથે જ હૈદરાબાદની ટીમ સતત 5 જીત બાદ એક મેચ હારી છે. રાશિદે છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને જીત મેળવી હતી. મેચમાં પહેલા રમતા હૈદરાબાદે 6 વિકેટે 195 રન બનાવ્યા હતા. અભિષેક શર્મા અને એડન માર્કરામે અડધી સદી ફટકારી હતી. જવાબમાં ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 5 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. રાહુલ તેવટિયા અને રાશિદ ખાને સારી બેટિંગ કરી હતી.
 
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સે ખૂબ જ આક્રમક શરૂઆત કરી હતી. રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 7.4 ઓવરમાં 69 રન જોડ્યા હતા. ગિલ 24 બોલમાં 22 રન બનાવીને ઉમરાન મલિકના હાથે બોલ્ડ થયો હતો. આ પછી પંડ્યા મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. તે 6 બોલમાં 10 રન બનાવીને ઉમરાનનો બીજો શિકાર બન્યો હતો. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા હતા.
 
શશાંક સિંહે લોકી ફર્ગ્યુસનની ઓવરમા ચાર છગ્ગા ફટકાર્યા હતા
સનરાઇઝર્સ હૈદરાબાદે ગુજરાત ટાઇટન્સ સામે જીતવા માટે 196 રનનો ટાર્ગેટ આપ્યો હતો. હૈદરાબાદ માટે અભિષેક શર્મા અને એઈડન માર્કરામે શાનદાર ફિફ્ટી બનાવી હતી. છેલ્લી ઓવરમાં શશાંક સિંહે ગુજરાતના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનની ઓવરમાં ચાર સિક્સર ફટકારી હતી.
 
સનરાઇઝર્સ હૈદરાબાદની 5મી વિકેટ પડી
સનરાઇઝર્સ હૈદરાબાદને એઇડન માર્કરામના રૂપમાં મોટો ઝટકો લાગ્યો છે. માર્કરમ 56 રન બનાવીને યશ દયાલના બોલ પર આઉટ થયો હતો.

10:59 PM, 27th Apr
ઉમરાન મલિકની શાનદાર બોલિંગ, પણ બીજા બોલરોનો નથી મળી રહ્યો સાથ 
સ્પીડ ડીલર ઉમરાન મલિકે સનરાઇઝર્સ હૈદરાબાદને મેચમાં વાપસી કરાવી છે. મલિકની ખતરનાક બોલિંગ સામે પહેલા શુભમન ગિલ, પછી હાર્દિક પંડ્યા અને પછી રિદ્ધિમાન સાહા થાપ ખાઈ ગયા. ગુજરાતને હવે જીતવા માટે 32 બોલમાં 63 રનની જરૂર છે.