ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Modified: મંગળવાર, 11 એપ્રિલ 2023 (10:38 IST)

મેચ જીત્યા પછી પણ ફસાઈ ગયો લખનૌનો આ ખેલાડી, BCCIએ આ હરકત માટે આપી દીધી વોર્નિંગ

avesh khan
IPL 2023: આઈપીએલ 2023 ની 15મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ગાઢ લડાઈ જોવા મળી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા RCBની ટીમે 212 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌની ટીમે 30 રન પર જ પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ પાછળથી લખનૌના મિડલ ઓર્ડરના કેટલાક બેટ્સમેનોએ એટલું શાનદાર પ્રદર્શન કર્યું કે છેલ્લા બોલ પર એક વિકેટ બાકી રહી જતાં મેચ જીતી લીધી. જો કે તેમ છતાં લખનૌનો એક ખેલાડી ખરાબ રીતે અટવાઈ ગયો છે.
 
લખનૌના ખેલાડીને મળ્યો ઠપકો 
ઉલ્લેખનીય છે  કે આ મેચમાં 213 રનના મોટા લક્ષ્યનો પીછો કરતા લખનૌની ટીમને છેલ્લા બોલ પર માત્ર 1 રનની જરૂર હતી. જોકે તેની 9 વિકેટ પડી હતી. ત્યારબાદ બોલિંગ કરી રહેલા હર્ષલ પટેલે બેટિંગ કરી રહેલા અવેશ ખાનને બીટ કર્યો,  પરંતુ લખનૌના બેટ્સમેન બાય લેવા દોડી ગયા હતા. રન પૂરો કર્યા બાદ અવેશે તેનું હેલ્મેટ ઉતાર્યું અને જોરથી ફેંક્યું. તેના આ કૃત્ય માટે તેને બીસીસીઆઈ દ્વારા ઠપકો આપવામાં આવ્યો છે.
 
આઈપીએલ એ તેની વેબસાઈટ પર આવેશના કૃત્ય વિશે લખ્યું છે કે લખનૌ સુપરજાયન્ટ્સના આવેશ ખાનને આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ઠપકો આપવામાં આવ્યો છે. આવેશ IPL કોડ ઓફ કન્ડક્ટના લેવલ 1નો ગુનો 2.2 સ્વીકાર્યો છે અને મંજૂરી સ્વીકારી છે.
 
કાર્તિક રન આઉટ કરી શક્યા નહી 
આવેશ જ્યારે રન લેવા દોડ્યો ત્યારે આરસીબીના વિકેટકીપર દિનેશ કાર્તિક પાસે તેને રન આઉટ કરવાની સારી તક હતી. પરંતુ અહીં કાર્તિકે મોટી ભૂલ કરી. કાર્તિકે બોલને પકડીને માત્ર વિકેટ મારવાની હતી, પરંતુ તે બોલને પકડવામાં નિષ્ફળ ગયો અને લખનૌના બેટ્સમેનો દોડીને એક રન પૂરો કર્યો.