શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Updated : સોમવાર, 10 સપ્ટેમ્બર 2018 (12:06 IST)

ગણેશ ચતુર્થી વિશેષ - વધુ સિદ્ધ માનવામાં આવે છે આ દિશામાં સૂંઢવાળા ગણપતિ

ભાદ્રપદ મહિનામાં શુક્લ ચતુર્થીના દિવસે મધ્યાહ્નકાળમાં શ્રીગણેશનો જન્મ થયો હતો. ભગવાન શ્રીગણેશ રિદ્ધિ-સિદ્ધિ અને સૌભાગ્યના દેવતા છે. તેમને સૌ પહેલા પૂજાવવાનુ વરદાન પ્રાપ્ત છે.  તેના જન્મોત્સવને ગણેશ ચતુર્થીના રૂપમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ વખતે ગણેશ ચતુર્થી  13 સપ્ટેમ્બરના રોજ આવી રહી છે .
ગણપતિની આરાધના જેટલી સરળ છે એટલી જ કઠિન પણ  છે. ગણપતિની પ્રતિમાને લઈને એક જિજ્ઞાસા હંમેશા રહે છે કે તેમની સૂંઢ કંઈ દિશામાં હોવી જોઈએ. અનેકવાર ભગવાન ગણેશની મૂર્તિની અનેક સૂંઢ ડાબી બાજુ તો કેટલીક જમણીબાજુ જોવા મળે છે. પણ ડાબી તરફની સૂંઢવાળા ગણપતિ વધુ સિદ્ધ માનવામાં આવે છે. 
 
જે મૂર્તિમા સૂંઢનો આગળના ભાગનો વળાન્ંક ડાબી બાજુ હોય તેમને વામમુખી ગણેશ કહેવાય છે. વામ મતલબ ડાબી તરફ કે ઉત્તર દિશા. ડાબી બાજુ ચંદ્ર નાડી હોય છે. આ શીતળતા પ્રદાન કરે છે અને ઉત્તર દિશા અધ્યાત્મ માટે પૂરક છે.  એવુ કહેવાય છે કે ડાબી તરફની સૂંઢવાળા ગણપતિ હંમેશા જ સકારાત્મક પરિણામ આપે છે  આમ પણ ગણપતિને બુદ્ધિના દેવતા કહેવાય છે.  જો વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી જોઈએ તો બુદ્ધિ બે ભાગમાં વહેચાયેલી હોય છે. તેને વિશેષ વિધિ વિધાનની જરૂર નથી પડતી. આ ગણપતિ શીઘ્ર પ્રસન્ન થાય છે.  થોડાકમાં જ સંતુષ્ટ થઈ જાય છે.  ભૂલચૂક પર ક્ષમા કરે છે. 
 
મિત્રો અમારી આ માહિતી ધાર્મિક આસ્થાઓ અને લૌકિક માન્યતાઓ પર આધારિત છે. જેને લોકોની રૂચિને ધ્યાનમાં મુકીને પ્રસ્તુત કરવામાં આવી છે.