ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: શુક્રવાર, 29 જુલાઈ 2022 (12:59 IST)

BGMI Banned in India: પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી ગાયબ થઈ PUBG મોબાઈલ ગેમ, બૈન થયા પછી થયો હતો લૉંચ

Battlegrounds Mobile
Battlegrounds Mobile India: ગેમિંગ ના શોખીનો માટે ખરાબ સમાચાર છે. પબજી (PUBG) ભારતમાં પ્રતિબંધિત થયા બાદ હવે તેનું નવું વર્ઝન બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા (BGMI) પણ ભારતમાં ગૂગલ પ્લે સ્ટોર  (Google Play Store) અને એપલ એપ સ્ટોર (Apple App Store) પરથી હટાવી લેવામાં આવ્યુ છે.  ગુરૂવાર  (28 जुलाई) ના રોજ બૈટલગ્રાઉંડ મોબાઈલ ઈંડિયા  (BGMI) Google Play Store અને Apple App Store પરથી રહસ્યમય રીતે ગાયન થઈ ગયા છે. ત્યારબાદ થોડાક જ સમયમાં આ મામલો ટ્વિટ પર પર ટ્રેંડ કરવા લાગ્યો. 
 
PUBG  મોબાઈલ ભારતમાં પર પ્રતિબંધ મુકાયા બાદ ગયા વર્ષે જ BGMI દેશમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર, સરકારના આદેશ બાદ બંને પ્લેટફોર્મ દ્વારા ક્રાફ્ટનની આ ગેમને હટાવી દેવામાં આવી છે.
 
BGMI भारत में बैन? 
 
હાલ એંડ્રોયડ (Android)  અને આઈઓએસ(IOS) યૂઝર્સ પોતાના સ્માર્ટફોન પર BGMI ગેમ ડાઉનલોડ કરી શકતા નથી.  ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી એક સાથે આ એપના ગાયબ થવાથી સવાલ ઉભો થઈ રહ્યો છે. આવામાં લોકો વિચારી રહ્યા છ એકે શુ  Krafton  ગેમમાં કોઈ મોટો અપડેટ લઈને આવી રહી છે કે પછી આ ગેમને પણ પબજી મોબાઈલની જેમ ભારતમાંથી બેન કરવામાં આવ્યો છે. એવુ પણ માનવામાં આવી રહ્યુ છે કે  BGMI એ ગૂગલ અને એપલની કોઈ પોલીસીનુ ઉલ્લંઘન કર્યુ હોય, જેને કારણે તેને પ્લેસ સ્ટોર એપમાંથી હટાવવામાં આવ્યુ છે.  જો કે તેની શક્યતા ઓછી છે. કારણ કે ગેમિંગ કંપની એવી કોઈ ભૂલ નહી કરે. જો કે બંને પ્લેટફોર્મ્સની પોલીસીનુ ઉલ્લંઘન કરતી હોય. 
 
 Krafton  નુ શુ છે કહેવુ ?
 
આ મામલામાં Krafton ના સ્પોકપર્સને પણ નિવેદન રજુ કર્યુ છે. કંપની તરફથી કહેવામાં આવ્યુ છે કે BGMI ને ગૂગલ પ્લે સ્ટોર (Play Store) અને એપલ એપ સ્ટોર  (App Store) પરથી ભારતમાં રિમૂ કરવામાં આવ્યુ છેી અને ટૂંક સમયમાં આ બંને પ્લેટફોર્મ્સ પરથી આને લઈને કોઈ જવાબ મળવા પર આગળ માહિતી આપવામાં આવશે.  બીજી બાજુ ગૂગલનુ કહેવુ છે કે ગેમ રિમૂવ કરતા પહેલા Krafton ને માહિતી આપવામાં આવી હતી.