શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: શુક્રવાર, 24 જાન્યુઆરી 2020 (10:40 IST)

ગુજરાતની આ આઇટી કંપનીએ 'નિટકો લોજિસ્ટિક્સ' સાથે કર્યા કરાર

અમદાવાદ સ્થિત ગુજરાતની અગ્રગણ્ય આઈટી કંપની "સીટા સોલ્યુશન્સ" સાથે તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ "cargo365cloud.com"ની સોફ્ટવેર સેવાઓનો ઉપયોગ કરવા માટે ભારતની  જાણતી લોજિસ્ટિક કંપની "નિટકો લોજિસ્ટિક્સે" કરાર કર્યા છે. 
 
આ અંગે "સીટા  સોલ્યુશન્સ"ના ફાઉન્ડર અને ચેરમેન "કિરણ સુતરીયા" એ જણાવ્યું હતું કે આ કરાર અંતર્ગત અમે " નિટકો લોજિસ્ટિક્સ"ને ઈઆરપી આધારિત સોફ્ટવેર સોલ્યુશન્સ જેવી કે "ફ્લીટ મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, વેરહાઉસ મેનેજમેન્ટ, એકાઉન્ટ મેનેજમેન્ટ તેમજ આ ક્ષેત્રને લગતા અન્ય મહત્વના સોફ્ટવેર સોલ્યુશન્સ અને સર્વિસ પુરી પાડીશું, "નિટકો લોજિસ્ટિક્સ"ની ભારતમાં ફેલાયેલી 250 વધુ શાખાઓને આ સેવાઓનો લાભ મળશે.
 
વધુમાં તેમણે જણાવ્યું કે "cargo365cloud.com' લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓ, નાના મોટા ટ્રાન્સપોર્ટર્સ, એજન્ટ્સ, તેમજ વ્યવસાયીઓ માટે સંપૂર્ણ સોફ્ટવેર સોલ્યુશન્સ છે. આ સોફ્ટવેરની મદદથી કામકાજ સરળ, ઝડપી, પારદર્શી, અને ક્ષતિ રહિત થાય છે.