રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: મંગળવાર, 17 માર્ચ 2020 (17:21 IST)

કોરોના વાયરસ- મોબાઈલને સાફ કરતી વખતે ન કરશો આ ભૂલ, તમારો ફોન થસી જશે બરબાદ

કોરોના વાયરસને કારણે હાલ 150થી વધુ દેશ પરેશાન છે અનેક દેશોને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યા છે. લોકોને ઘરમાં જ રહેવાની અને કામ કરવાની સલાહ આપવામં આવી છે. કારણ કે કોરોના ખૂબ ઝડપથી ફેલાય રહ્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસથી અત્યાર સુધી ત્રણ લોકોના મોત થઈ ચુક્યા છે. 
 
વર્ષ 2017માં અમેરિકન મેડિકલ જર્નલમાં એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવી હતી. જેમા કહેવામાં આવ્યુ હતુ કે સ્માર્ટફોન પર ટોયલેટ સીટના મુકાબલે વધુ બેક્ટેરિયા હોય છે. આવામાં કોરોના વાયરસથી બચવા માટે મોબાઈલને પણ સાફ કરવાની જરૂર છે. મોબાઈલને સાફ રાખવા માટે સૌથી જરૂરી વાત એ છે કે મોબાઈલને કેવા પ્રકારના કેમિકલથી સ્વચ્છ કરવો જોઈએ. ખોટા કેમિકલથી સાફ કરવાથી તમારો ફોન ખરાબ પણ થઈ શકે છે. તો ચાલો આજે જાણીએ મોબાઈલ કે કોઈ ગેઝેટને સાફ કરવા દરમિયાન કંઈ કંઈ સાવધાનીઓ રાખવી જોઈએ.  
 
 
-સ્માર્ટફોનને સાફ કરવા માટે ભૂલથી પણ બ્લીચિંત પાવડરનો ઉપયોગ ન કરો.  તેનાથી ફોનની ડિસ્પ્લે ખરાબ થઈ શકે છે અને બોડીનો કલર પણ ઉડી શકે છે. 
 
- મોબાઈલ કે ટીવી કે ટૈબલેટની ડિસ્પ્લેને સ્વચ્છ કરવા માટે વિનેગર (સિરકા)નો પણ ઉપયોગ ન કરો. 
 
- એપલના મુજબ આઈફોનને સાફ કરવા માટે કોઈપણ પ્રકારનુ સ્પ્રે ક્લિયર ખતરનાક છે.  
 
-ફોનને સાફ કરવા માટે તેને કોઈપણ પ્રકારના તરલ પ્રવાહીમાં ન ડૂબાડશો 
 
-મોબાઈલ સાફ કરવા માટે સીધી રીતે આલ્કોહોલનો પ્રયોગ ન કરો. 
 
-મોબાઈલ સાફ કરવા માટે ફક્ત કીટાણુનાશક કપડાનો પ્રયોગ કરો જેમા ઓછામાં ઓછા 70% આઈસોપ્રોપિલ અલ્કોહલ હોય. 
 
- મોબાઈલને સાફ કરતી વખતે ડિસ્પોઝલ ગ્લોવ્સનો ઉપયોગ કરો. 
 
-ફોનની ડિસ્પ્લે લૂંછવા માટે લૈસ ક્લિનર જેવા કોઈ મુલાયમ કપડાનો ઉપયોગ કરો. 
 
-અમેરિકી દૂરદર્શન સેવા આપનાર એટીએંડટીનુ કહેવુ છે કે મોબાઈલ પર કીટાણુનાશકનો છિંટકાવ કર્યા પછી તેને સાફ કરવા માટે પેપર ટૉવેલનો જ ઉપયોગ કરી શકાય છે. 
 
-IP68 રેટિંગ સાથે આવનારા સ્માર્ટફોનને સાબુના પાણી કે હૈડ સેનેટાઈઝરથી સાફ કરી શકાય છે.  ફોનને સાફ કર્યા પછી તમારા ફોનને સાબુથી સારી રીતે ધોઈ લો.