રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 17 જૂન 2022 (15:06 IST)

4G યુઝર્સને Vodafone આપી રહી છે 2400 રૂપિયાનો બંપર કેશબેક, ફક્ત 30 જૂન સુધી વેલિડ છે ઓફર

vodafone idea
2022માં મોટાભાગના સ્માર્ટફોન યુઝર્સ 5th જનરેશન નેટવર્ક કે 5G તકનીકની તરફ વધી રહ્યા છે. જો કે ભારતમાં ટેલીકોમ કંપનીઓ હજુ પણ 2જી યુઝર્સને સેવાઓ ઓફર કરવાને લઈને ચિંતિત છે. આજે પણ ભારતમાં કરોડો 2જી નેટવર્ક યુઝર્સ છે.  તેનુ મોટુ કારણ છે  4g સ્માર્ટફોનની કિમંત. જેને કારણે હજુ પણ એવા ઘણા યુઝર્સ છે જે  2g થી  4g  નેટવર્ક પર નથી વધી રહ્યા.  આવા યુઝર્સને 4g નેટવર્કનો ઉપયોગ કરવા માટે વોડાફોન આઈડિયા (Vodafone Idea) એક મજેદાર ઓફર લઈને આવી છે.  કંપની યૂઝર્સને  4g  ખરીદવા પર દર મહિને  100 રૂપિયાનો કેશબેક આપી રહી છે. જે કુલ મળીને 2400 રૂપિયાનો થઈ જાય છે. માહિતીના મુજબ વોડાફોન યુઝર્સ 30 જૂન 2022 સુધી આ ઓફરનો ફાયદો ઉઠાવી શકે છે. અહી જાણો કેવી રીતે કામ કરશે આ સ્કીમ. મળતી માહિતી મુજબ વોડાફોનના યુઝર્સ 30 જૂન 2022 સુધી આ ઓફરનો ફાયદો ઉઠાવી શકે છે.  અહી જાણો કેવી રીતે કામ કરશે આ સ્કીમ. 
 
આ રીતે મળશે 2400 રૂપિયાનું કેશબેક 
આ ઓફર ફક્ત એવા યુઝર્સ માટે જ લાગુ છે જેઓ 2G થી 4G ઉપકરણ પર શિફ્ટ થઈ રહ્યા છે અને પહેલેથી જ Vi (VI પ્રીપેડ પ્લાન) વપરાશકર્તાઓ છે. ઉપરાંત, Vi એપની અંદર તમે જે રૂ. 100 કેશબેક કૂપન મેળવો છો તે માત્ર 30 દિવસ માટે માન્ય છે. તેથી, તમારે અમુક પ્રકારના રિચાર્જ માટે દર 30 દિવસે આ વાઉચર્સનો ઉપયોગ કરવાનું ચાલુ રાખવું પડશે નહીં તો તમને ઑફર મળશે નહીં. જો તમે પણ 2G ગ્રાહક છો અને 4G નેટવર્ક પર સ્વિચ કરવા માંગો છો, તો તમે આ સરળ પગલાંને અનુસરીને તે કરી શકો છો.
 
સ્ટેપ 1: જો તમે 2G સેવા સાથે સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, તો તમારે પહેલા 4G ફોનમાં અપગ્રેડ કરવું પડશે.
સ્ટેપ 2: જો તમે લાયક ગ્રાહક છો, તો તમને Vi તરફથી એક સંદેશ પ્રાપ્ત થશે.
સ્ટેપ 3: જો તમે રૂ. 299 કે તેથી વધુનું અનલિમિટેડ પેક લો છો, તો તમને સતત 24 મહિના સુધી દર મહિને રૂ. 100 કેશબેક મળશે.
સ્ટેપ 4: તમારે VI એપ ડાઉનલોડ કરવી પડશે જ્યાં તમે માય કૂપન્સ વિભાગમાં તમારા રૂ 100 x 24 માસિક કેશબેક કૂપન્સ જોશો.
સ્ટેપ 5: રૂ. 299 અને તેથી વધુના અનલિમિટેડ પ્લાનના આગામી 24 રિચાર્જ માટે 100 રૂપિયા મંથલી કેશબેક કૂપનનો લાભ ઉઠાવી શકશો. 
 
 
ઉલ્લેખનીય છે  કે આ ઑફર માત્ર પ્રીપેડ યુઝર્સને જ આપવામાં આવી રહી છે. તેથી જો તમે કંપની તરફથી 100 રૂપિયાનું કેશબેક મેળવવા માંગતા હોવ તો પ્રીપેડથી પોસ્ટપેડ પર સ્વિચ ન કરો. પછી, આગામી 24 મહિના માટે રૂ. 299 અને તેનાથી વધુના પ્રીપેડ પ્લાન સાથે રિચાર્જ કરવાનું બંધ કરશો નહીં, નહીં તો ઑફર રદ કરવામાં આવશે.