શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: શુક્રવાર, 20 જુલાઈ 2018 (18:04 IST)

Whatsapp યૂઝર્સ હવે નહી કરી શકે 5 વારથી વધુ આ કામ, જલ્દી આવશે ફીચર

ઈંસ્ટૈટ મેસેજિંગ સર્વિસ Whatsapp પોતાના યૂઝર્સ માટે એક મોટુ ફીચર લાવવા જઈ રહ્યા છે. કંપનીએ કહ્યુ છે કે ભારતમાં ખોટી માહિતી, ફેક ન્યૂઝને રોકવા માટે તેઓ ફોરવર્ડ મેસેજ કરવાની લિમિટ પાંચ યૂઝર્સ સુધી કરવા જઈ રહ્યા છે. 
 
કંપનીએ શુક્રવારે સવારે ઈ-મેલ દ્વારા આ માહિતી આપી કે ભારતમાં કોઈપણ અન્ય દેશના મુકાબલે મેસેજ, ફોટોજ અને વીડિયોઝને વધુ ફોરવર્ડ કરવામાં આવે છે. આવામાં અહી ફોરવર્ડ મેસેજને લઈને એક નવુ ફીચર લૉંચ કરવામાં આવી રહ્યુ છે. આ ફીચર હાલ ટેસ્ટિંગ હેઠળ શરૂ કરવામાં આવી રહ્યુ છે. 
 
આ ફીચર પછી યૂઝર્સ ભારતમાં ફક્ત પાંચ લોકોને જ વીડિયો ફોટોઝ શેયર કરી શકશે. કંપનીએ આગળ કહ્યુ કે જેવો જ પાંચ વાર વીડિયો અને ફોટોઝ શેયર કરવામાં આવશે ત્યારબાદ અમે ફોરવર્ડ ઓપ્શનને હટાવી દઈશુ. 
 
ઉલ્લેખનીય છે કે વ્હાટ્સએપને ફોરવર્ડ ફીચર 11 જુલાઈના રોજ લોંચ કરવામાં આવ્યુ હતુ. આ ફીચર પછી જે પણ યૂઝર કોઈ મેસેજને ફોરવર્ડ કરતો હતો તો તેના પર ફોરવર્ડ લેબલ આવી જતુ હતુ. તેનાથી યૂઝરને સહેલાઈથી સમજમા આવી જશે કે કયો મેસેજ ફોરવર્ડ છે કે નહી. 
 
બીજી બાજુ આ પહેલા નિવેદનમાં વ્હાટ્સએપે કહ્યુ હતુ કે તે ફેક ન્યૂઝને ફેલાતા રોકવા માટે તે અકાદમિક વિશેષજ્ઞો અને કાયદા પ્રવર્તન એજંટોની સલાહ લઈ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે વ્હાટ્સએપના દેશભરમાં 230 મિલિયન યૂઝર્સ છે. આ ઉપરાંત આખા દેશમાં વ્હાટ્સએપ ઉપયોગ કરનારા યૂઝર્સની સંખ્યાની વાત કરીએ તો તે 1.5 મિલિયન છે.