ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 31 મે 2019 (12:20 IST)

WhatsApp Update: આવ્યુ એક વધુ નવુ ફીચર, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ વ્હાટ્સએપ હંમેશા કોઈને કોઈ નવુ ફીચર જોડતુ રહે છે. જેથી યૂઝર્સને વધુ સુવિદ્યા મળતી રહે.  સુરક્ષાના દ્રષ્ટિકોણથી પણ WhatsApp પોતાના ફીચરમાં ફેરફાર કરતુ રહે છે.  આ રીતે WhatsAppએ પોતાના ઉપભોક્તાઓને એક નવુ ફીચર આપ્યુ છે.  આ નવા ફીચરનુ નામ Continuous Audio Message Playback છે. આ માટે વૉઈસ મેસેજ પણ મોકલવામાં આવશે.  આ વોઈસ મેસેજ જેને તમને મોકલ્યુ છે. તેને તમારે ડાઉનલોડ નહી કરવુ પડે પણ સ્ક્રીન પર ટેક્સ્ટ ફોર્મેટમાં સામે લખેલુ દેખાશે.  જેવુ જ કોઈ મેસેજ આવશે તો એક પછી એક પ્લે થતુ જશે.  હવે WhatsApp એંડ્રોયડ યૂઝર્સ પણ આ સુવિદ્યાનો લાભ ઉઠાવી શકે છે. આ ફીચર WhatsApp એડ્રોયડ એપમાં વર્ઝન 2.19.150  પર મળી રહેશે. 
 
Continuous Audio Message Playback ફીચર  WhatsApp એડ્રોયડના લેટેસ્ટ વર્ઝનમાં મળી રહેશે.  યૂઝર્સ ગૂગલ પ્લે સ્ટોર પર જઈને પોતાના વ્હાટ્સપેઅને અપડેટ કરીને આ ફીચરનો ફાયદો ઉઠાવી શકે છે.  WhatsApp એંડ્રોયડના લેટેસ્ટ સ્ટેબલ વર્ઝનમાં પણ મળી રહેશે.  યૂઝર્સ ગૂગલ પ્લે સ્ટોર પર જઈને પોતાના વ્હાટ્સએપને અપડેટ કરીને આ ફીચરનો વધુ ફાયદો  ઉઠાવી શકે છે.   
 
WhatsAppને અપડેટ કરો.  જો તમારા ગૂગલ પ્લે સ્ટોરમાં વ્હાટ્સએપને અપડેટ કરવાનુ ઓપશન નથી આવી રહ્યુ તો તમે વ્હાટ્સએપની એપીકે ફાઈલને ડાઉઅંલોડ કરીને તમારા ફોનમાં ઈસ્ટોલ કરી શકો છો. વ્હાટ્સએપ એપમાં આ નવા ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે  WhatsApp (v2.19.150)ની જરૂર રહેશે જે APK Mirror દ્વારા ડાઉનલોડ કરવી પડશે. 
 
આ ઉપરાંત પણ વ્હાટ્સએપ પર કેટલા નવા ફીચર્સ આપવામાં આવી રહ્યા છે. જેમાથી કે ફીચરને કારણે હવે યૂઝર્સ વ્હાટ્સએપ સ્ટેટ્સને ફેસબુક પર સ્ટોરીના રૂપમા પણ શેયર કરી શકશે.  આ ઉપરાંત વ્હાટ્સપેઅ પોતાના યૂઝર્સને પ્રોફાઈલ સેક્શનમાં ડેડિકેટેડ ક્યુઆર કોડ બટન પણ આપવા જઈ રહ્યુ છે.