બુધવાર, 11 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. જન્માષ્ટમી વિશેષ
Written By

Krishna Janamashtami: જન્માષ્ટમીના દિવસે આ એક ઉપાય તમારુ નસીબ બદલી નાખશે

janmashtami
પૌરાણિક માન્યતા અને હિન્દુ ધર્મના મુજબ કોઈ પણ પ્રકારની સિદ્ધિ મેળવવા માટે ચાર રાત સૌથી સારી અને શુભ માનવામાં આવી છે. પહેલી દિવાળી,  બીજી શિવરાત્રી,  ત્રીજી હોળી અને ચોથી મોહરાત્રિ અર્થાત જન્માષ્ટમી. મતલબ આ દિવસો દરમિયાન કરવામાં આવેલ ઉપાય જરૂર સફળ થાય છે.  તો આવો જાણીએ વાસ્તુ મુજબ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે કરવામાં આવેલ કેટલાક વિશેષ ઉપાય.  જેને કરવાથી તમારા જીવનની દરેક પરેશાની દૂર થશે.. 
સૌ પ્રથમ જોઈશુ.. 
ધન-લાભ અને આર્થિક સંકટના નિવારણ માટે ઉપાય  - આ માટે આપ જન્માષ્ટમીના દિવસે સવારે સ્નાન વગેરે કર્યા પછી રાધા-કૃષ્ણ મંદિરમાં  જઈને ભગવાન કૃષ્ણને પીળા ફુલોની માળા અર્પણ કરો. તેનાથી આર્થિક સંકટ દૂર થવા માંડે છે.  તેનાથી ધન લાભના યોગ પ્રબળ બને છે. 
 
મનોકામના પૂર્તિ માટે -  જન્માષ્ટમીના સવારે દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરીને શ્રીકૃષ્ણનો અભિષેક કરો. ત્યારબાદ આ ઉપાય દરેક શુક્રવારે કરો. આ ઉપાયને કરનારા જાતકથી માં લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે અને સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે. 
 
એશ્વર્ય પ્રાપ્તિ - આ પાવન દિવસે શ્રીકૃષ્ણને સફેદ મીઠાઈ, સાબુદાના અને ચોખાની ખીર તમારી ઈચ્છા મુજબ મેવા નાખીને બનાવીને તેનો ભોગ લગાવો. તેમા ખાંડને બદલે મિશ્રી (સાકરની ગાંગડી)  અને તુલસીના પાન પણ જરૂર નાખો. તેનાથી ભગવાન દ્વારકાધીશની કૃપાથી એશ્વર્ય પ્રાપ્તિના યોગ બને છે. 
 
યશ પ્રાપ્તિ - હિન્દુ ધર્મમાં કૃષ્ણ પીતાંબર ઘારી પણ કહેવાય છે. જેનો અર્થ છે જે પીતાંબર ધારી પીળા રંગના વસ્ત્ર ધારણ કરે છે. તેથી જન્માષ્ટમીના દિવસે કોઈ મંદિરમાં ભગવાનને પીળા રંગના કપડા, પીળા ફ્ળ, પીળા અનાજ અને પીળી મીઠાઈનુ દાન કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ અને માતા લક્ષ્મી બંને પ્રસન્ન રહે છે.  એ જાતકને જીવનમાં ધન અને યશની કોઈપણ કમી રહેતી નથી. 
 
સર્વ કાર્ય સિદ્ધિ - શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના દિવસે કનૈયાના મંદિરમાં જટાવાળુ નારિયળ અને ઓછામાં ઓછા 11 બદામ ચઢાવો.  એવી માન્યતા છે કે જે જાતક જન્માષ્ટમીવાળા દિવસે આ ઉપાયની શરૂઆત કરીને સતત સત્તાવીસ દિવસ સુધી જટાવાળુ નારિયળ અને બદામ ચઢાવે છે તેના બધા કાર્ય સિદ્ધ થાય છે અને તેને જીવનમાં કોઈપણ વસ્તુનો અભાવ રહેતો નથી. 
 
નોકરીમાં પ્રોગ્રેસ - ઘણી કોશિશો છતા પણ વેપાર નોકરીમાં મનવાંછિત સફળતા ન મળી રહી હોય તો જન્માષ્ટમીના દિવસે તમારા ઘરમાં સાત કન્યાઓને બોલાવીને ખીર કે સફેદ મીઠાઈ ખવડાવીને કોઈપણ ભેટ આપો. આવુ ત્યારબાદના પાંચ શુક્રવાર સુધી સતત કરો. આવુ કરવાથી માં લક્ષ્મીની કૃપાથી વ્યાપારમાં મનવાંછિત સફળતા મળે છે.  જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને પાનના પત્તા અર્પિત કરો પછી ત્યારબાદ એ પત્તા પર રોલીથી શ્રી મંત્ર લખીને તેને તમારી તિજોરીમાં મુકી દો. આ ઉપાયથી સતત ધનનુ આગમન થતુ રહે છે.