શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: ગુરુવાર, 17 જૂન 2021 (10:21 IST)

આજથી ડિપ્લોમા એન્જીનિયરિંગની પ્રવેશ પ્રક્રિયા શરૂ, 70 સીટો ભરાવવાનો અંદાજ

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસની સોમવારે બેઠકમાં ધોરણ 10 બાદ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશપ્રક્રિયાની અંગે ચર્ચા કરવામાં હતી. ત્યાર બાદ આજે 17 જૂનથી ડિપ્લોમા એન્જિનિયરિંગની માત્ર ઓનલાઈન એડમિશન પ્રક્રિયા શરૂ થશે. gujdiploma.nic.in પર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. વિદ્યાર્થીઓ 15 જુલાઇ સુધી રજિસ્ટ્રેશન કરી શકશે. 
 
રાજ્યની 142 જેટલી કોલેજો આવેલી છે, જેની 63,169 સીટ માટે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ગત વર્ષે કુલ સીટોમાંથી 57 સીટો ભરાઇ હતી. જોકે આ વખતે સરકારે માસ પ્રમોશન આપ્યું હોવાથી 70 થી 80 ટકા ભરાવવાનો અંદાજ છે. 
 
17 જૂનથી 15 જુલાઈ સુધી એડમિશન પ્રક્રિયા ચાલશે. વિદ્યાર્થીઓએ gujdiploma.nic.in નામની વેબસાઇટ પર જઇને 200 રૂપિયા ઓનલાઇન ફી ભરીને વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. માસ પ્રમોશનના કારણે સામાન્ય વર્ષ કરતા સીટ ભરાય તેવી અંદાજ છે.