ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Updated : મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (18:31 IST)

GPSC ક્લાસ ૧ & ૨ ની જાહેરાત, આટલી ખાલી જગ્યાઓ પર કરાશે ભરતી

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ ૧૫, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ ૦૮, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ ૦૧, સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કુલ ૪૮, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ ૦૧; એમ સંયુક્ત રીતે વર્ગ-૧ ની કુલ ૭૩ જગ્યાઓ તથા મામલતદારની કુલ ૧૨, તાલુકા વિકાસ અધિકારીની ૧૦, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની ૧૦, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની ૦૧, સરકારી શ્રમ અધિકારીની ૦૨, રાજ્યવેરા અધિકારીની ૭૫ એમ સંયુક્ત રીતે વર્ગ-૨ ની કુલ ૧૧૦ જગ્યાઓ એમ કલાસ ૧ & ૨ ની સંકલિત કુલ ૧૮૩ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. 
 
રસ ધરાવતા ઉમેદવારો ૨૮/૯/૨૦૨૧ થી ૧૩/૧૦/૨૦૨૧ ( બપોર ૧.૦૦ વાગ્યા સુધી ) અરજી કરી શકશે. કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે. જે વિદ્યાર્થીઓ એમના અભ્યાસના છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં છે અને જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે, તેઓ પણ અરજી કરી શકે છે.
 
સદર જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષા (૨૦૦ માર્ક્સના કુલ બે પ્રશ્નપત્રો,  સમય ૩ કલાક) ૧૨/૧૨/૨૦૨૧ ના રોજ લેવાશે, જેનું પરિણામ જાન્યુઆરી ૨૦૨૨ માં પ્રસિદ્ધ થશે. મુખ્ય પરીક્ષામાં ૧૫૦ માર્ક્સના ૬ પ્રશ્નપત્રો જે ૩ કલાકમાં લખવાના રહેશે. મુખ્ય પરીક્ષાની તારીખ હવે પછીથી જાહેર થશે. મુખ્ય પરીક્ષાના અંગ્રેજી/ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે-તે ભાષામાં જયારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. એક જ પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે. 
 
તદઉપરાંત, મદદનીશ વ્યવસ્થાપક/મદદનીશ નિયામક, વર્ગ-૨ ની ૦૬; નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા, વર્ગ-૧ ની ૧૩; વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી, ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા, વર્ગ-૨ ની ૦૬; આચાર્ય, આદર્શ નિવાસી શાળા (વિ.જા.), વર્ગ-૨ ની ૦૧;  પ્રવર ઔષધ નિરીક્ષક, વર્ગ -૨ (ખાસ ભરતી)ની ૦૩; ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) માં જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ -૨ ની ૦૧ તથા પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ ની ૦૨ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આમ, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ-૨૧૫ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.  ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવા માટેની જીપીએસસી ક્લાસ ૧ & ૨ ની જાહેરાત સતત પાંચમા વર્ષે પ્રસિદ્ધ થઇ છે. 
 
ગુજરાત જાહેર સેવા આયોગ સૌ ઉમેદવારોને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે....
 
https://gpsc.gujarat.gov.in/Documents/pressrelease/PressRelease_2021-9-21_631.pdf