રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. પ્રો કબડ્ડી 2021
Written By
Last Modified: ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (17:06 IST)

Pro Kabaddi 2021: 22 ડિસેમ્બરથી પ્રો કબડ્ડી લીગની શરૂઆત, આ ટીમે સૌથી વધુ વખત જીત્યો છે ખિતાબ

22મી ડિસેમ્બરથી પ્રો કબડ્ડી લીગ (Pro Kabaddi 2021) 8મી સિઝન શરૂ થવાની છે. ગયા વર્ષે કોરોનાને કારણે તેનું આયોજન કરવામાં આવ્યું ન હતું, જેના કારણે આ વખતે તમામ મેચો.(Bengaluru) માં ફેંસની ગેરહાજરી ર હેશે. 
 
આ વખતે આ સિઝનમાં કઈ ટીમ જીતશે તે તો ભવિષ્યમાં જ ખબર પડશે. પરંતુ જ્યારે આ લીગ 2014માં શરૂ થઈ ત્યારે તે દરમિયાન કોઈને ખબર નહોતી કે તે આ ખ્યાતિ હાંસલ કરશે. આપણા દેશમાં માત્ર ક્રિકેટ જેવી રમતનો જ દબદબો છે, આવી સ્થિતિમાં જ્યારે આ લીગ શરૂ થઈ ત્યારે બધાને ડર હતો કે આ લીગ કંઈ અદ્ભુત કરી શકશે નહીં. આ લીગની શરૂઆત 8 ટીમોથી થઈ હતી અને હવે તેમાં 12 ટીમો રમી રહી છે. એટલું જ નહીં ખેલાડીઓને કરોડો રૂપિયા પગાર પણ મળે છે.