શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. કારગિલ વિજય દિવસ
Written By
Last Updated : બુધવાર, 24 જુલાઈ 2019 (13:18 IST)

Kargil Vijay Diwas: શહીદનો પુત્ર બન્યો લેફ્ટિનેટ તો ગર્વથી ગદ્દગદ્દ થઈ મા, પુરૂ થયુ સપનુ

કારગિલ યુદ્ધ દરમિયાન છ વર્ષની વયમાં બે જુડવા પુત્રોના માથા પરથી પિતાનો હાથ ઉઠી ગયો.  આ માસુમો માટે આનાથી દુખદ ક્ષણ શુ હશે.  શહીદ પર સૌને ગર્વ હતો. પણ વેદના વિકટ. વિષમ પરિસ્થિતિ છતા મા એ ધીરજ ગુમાવ્યા વગર પુત્રોને પણ દેશની રક્ષામાં જોડવાનુ નક્કી કર્યુ. મહેનત રંગ લાવી અને સપનુ આકાર લેવા માંડ્યુ.  એક પુત્ર સેનામાં લેફ્ટિનેટ બન્યો તો માનો મા નુ જીવન સફળ થઈ ગયુ. પુત્ર પિતાના જ રેજીમેંટમાં દેશસેવામાં જોડાયો છે તો બીજો પુત્ર પણ વર્દી પહેરીને આ પરંપરાને આગળ વધારવાને રસ્તે છે. 
 
આ જુડવા પુત્રો છે લાંસ નાયક શહીદ બચન સિંહના. મુજફ્ફરનગર, ઉત્તર પ્રદેશના ગામ પચૈડા કલા નિવાસી બચન સિંહ ઓપરેશન વિજય દરમિયાન તોલોલિંગ ચોટી પર દુશ્મનને ભગાડતા શહીદ થઈ ગયા હતા. તેમના જોડિયા પુત્ર હેમંત અને હિતેશની વય ત્યારે માત્ર છ વર્ષ હતી. પત્ની કામેશ બાલા પર દુખોનો પહાડ તૂટી પડ્યો.  પણ તેમણે ધીરજ ન ગુમાવી. પતિને ગુમાવવાનુ જખમ તાજુ હતુ. પણ તેમ છતા પુત્રોને પણ દેશ સેવા માટે સૈન્યમાં ભરતી કરવાનો સંકલ્પ લઈ લીધો.  કલેજાના ટુકડાને પોતે જ દૂર કર્યા અને હિમાચલ પ્રદેશના ચહલ સૈન્ય શાળામાં ભણાવ્યા.  શ્રીરામ કોલેજ દિલ્હીમાંથી સ્નાતક કર્યા પછી ઓક્ટોબર 2016માં હિતેશની પસંદગી ભારતીય સેનામાં લેફ્ટિનેટ પદ પર થઈ ગઈ. દેહરાદૂન સૈન્ય એકેડમીમાં ટ્રેનિંગ પછી જૂન 2018ના પાસિંગ આઉટ પરેડ  થઈ. આ દિવસોમાં હિતેશ કુમારની પોસ્ટીંગ 2 રાજપુતાના રાયફલ્સ બટાલિયન જયપુર (રાજસ્થાન)માં છે. બીજો  પુત્ર હેમંત પણ સૈન્યમાં ઓફિસર બનવાની તૈયારી કરી રહ્યો છે.  હિતેશ અને હેમંતના મામા ઋષિપાલ બતાવે છે કે બહેન કામેશના દિલમાં દુખોનો પહાડ છે પણ પુત્ર સૈન્ય ઓફિસર બનતા તે ખુશ પણ છે. 
 
પુરૂ થયુ માતાનુ સપનુ - પતિની શહીદી પછી નાના બાળકોનુ ભરણ પોષણ સાથે કામેશ બાલા સામે અન્ય પડકારો પણ હતા. કામેશે ખુદને તૂટવા ન દીધી અને સાહસ કરીને બાળકો પર ધ્યાન કેન્દ્રિત કર્યુ.  કામેશે નક્કી કરી લીધુ હતુ કે બંને પુત્રો પણ દેશસેવામાં અર્પિત કરશે.  કામેશ કહે છેકે જે દિવસે પુત્રની પસંદગી સૈન્ય ઓફિસર તરીકે થઈ એ ક્ષણ તેમના જીવન માટે ખૂબ ખાસ હતો.  એવુ લાગ્યુ જાણે જીવન સફળ થઈ ગયુ.  હિતેશ કહે છે કે સૈનિક બનીને તેમને પિતાને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે અને પિતાની જેમ જ તેઓ માતૃભૂમિના ચરણોમાં સર્વસ્વ અર્પિત કરવામાં ક્યારેય પીછે હઠ નહી કરે.