નવરાત્રિ પહેલાં જ કચ્છમાં માતાના મઢનાં ઐતિહાસિક મંદિર ખાતે ભક્તો ઉમટી પડયા
કચ્છના આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ ખાતે આજે બુધવાર સાંજથી ઘટસ્થાપન બાદ અશ્વિન નવરાત્રી મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. આ પૂર્વેજ દર્શનાર્થીઓનું ઘોડાપુર વગર સેવા કેમ્પ અને કઠિન માર્ગો વચ્ચે ઉમટી પડ્યું છે. ભુજથી માતાના મઢ તરફનો રસ્તો હાલ યાત્રાળુઓના જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યો છે. ત્યારે તંત્રએ આ માર્ગને નવરાત્રી સુધી એક માર્ગીય જાહેર કર્યો છે. ત્યારે મૂળ કોયલાણા અને હાલ જામનગરના લીલાબા ચાવડા જેઓ 102 વર્ષના છે. તેઓ છેક જામનગરથી માતાના મઢની 352 કિલોમીટર લાંબી પદયાત્રાએ નીકળ્યાં છે.
આ વર્ષે ભક્તો માટે મંદિર ખુલ્લુગતવર્ષે કોરોનાના કારણે માતાના મઢનું ઐતિહાસિક મંદિર નવરાત્રિના સમયે બંધ હતું અને હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા આ વખતે મંદિર ખોલવાના કારણે માતાના ભક્તો મંદિર પરિસરમાં ઉમટી રહ્યા છે. જોકે, મા આશાપુરાના મંદિર સંકુલમાં શ્રીફળ, મોબાઈલ, કેમરા જેવી વસ્તુ લઈ જવા પર મનાઈ કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર અને પાટણ સહિતના વિસ્તારોમાંથી પ્રતિ વર્ષ માતાના મઢમાં આશાપુરાના દર્શને જતા ભાવિકોનો પ્રવાહ વધતો રહ્યો છે. ગત વર્ષે કોરોના મહામારીના પગલે લોકો માટે દર્શન બંધ રાખવામાં આવ્યાં હતા, તેથી ગત વર્ષે છેલ્લા ત્રણ દાયકામાં કચ્છના માર્ગો નવરાત્રી દરમિયાન સુના બન્યાં હતા. પરંતુ આ વખતે કોરોનાના કેસ કાબુ હેઠળ હોવાથી સ્થળુઓ દૂર દૂરથી પગપાળા, સાયકલ યાત્રા, મોટર સાયકલ અને વિવિધ ખાનગી વાહનો દ્વારા પહોંચી રહ્યા છે. દર વર્ષે યોજાતા સેવા કેમ્પ આ વખતે કોરોના સંકમણ વધુ ફેલાય તેની સાવચેતીના પગલે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ દરમિયાન મૂળ કોયલાણા અને હાલ જામનગરના લીલાબા ચાવડા જેઓ 102 વર્ષના છે . તેઓ છેક જામનગરથી માતાના મઢની 352 કિલોમીટર લાંબી પદયાત્રાએ નીકળ્યાં છે, ગત રાત્રે ભુજ પહોંચી આવેલા લીલાબાએ ભચાઉ તાલુકાના દુધઈ માર્ગે આવેલા કબરાઉ નજીકના મોગલધામના દર્શન કરી બાપુ શ્રી મોગલ કુળ (ચારણ ઋષિ )બાપુના આશિષ મેળવ્યાં હતા. મોગલધામ દ્વારા તેમનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. મોગલ ધામના સેવક ગણે લીલાબાના આશીર્વાદ લીધા હતા.