રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ, , સોમવાર, 21 જાન્યુઆરી 2019 (16:53 IST)

મોહલ્લા કમિટીની 25મી વર્ષગાંઠ ધૂમધામથી મુંબઈ ખાતે ઉજવવામાં આવી

બાબરી મસ્જિદ તૂટ્યા બાદ મુંબઈમાં લોકો વચ્ચે શાંતિ, ભાઈચારો જાળવી રાખવા જનતા અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓદ્વારા મોહલ્લા કમિટી મૂવમેન્ટ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું. જેમાં તત્કાલીન પોલીસ ચીફ જુલિયો રીબેરો અને સતીશ સાહનીએસુશોભા બર્વે સાથે મળી દરેક સ્થળે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવી રાખવા તમામ ધર્મો અને જાતિઓના લોકોને મળીમીટિંગ કરી અને શાંતિ અને ભાઈચારો જાળવી રાખ્યો. જોકે જે પણ આ કાર્ય મોહલ્લા કમિટી કરી રહી છે. આ શુભ કાર્ય શરૂ કર્યાને25 વરસ પૂરા થાય. આ અવસરે મોહલ્લા કમિટીના ટ્રસ્ટી અજય કૌલ મોહલ્લા કમિટી દ્વારા એક ભવ્ય અને શાનદાર સિલ્વરજ્યુબિલી કાર્યક્રમનું યોજન શનિવાર, 19 જાન્યુઆરી 2019ના ચિલ્ડ્રન વેલફેર સેન્ટર હાઇસ્કૂલ ગ્રાઉન્ડ, યારી રોડ, વર્સોવા, અંધેરી(વેસ્ટ), મુંબઈ ખાતે સફળતાપૂર્વક આયોજિત કરાયો હતો.
 
          આ અવસરે પૂરી સ્કૂલની સાથે આસપાસના મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા, દેરાસર વગેરેના ખૂબસૂરત સેટ, પોસ્ટર વગેરેબનાવવામાં આવ્યા હતા. જે લોકોમાં ભાઈચારાનો સંદેશ આપી રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દેશભક્તિનાં ગીતોથી થઈ, ત્યાર બાદદીપ્ પ્રગટાવ્યા બાદ મોહલ્લા કમિટીના કાર્યોની જાણકારી એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ દ્વારા આપવામાં આવી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોઅને તમામ ધર્મોના ધર્મગુરૂઓએ આમંત્રિતોને ક જ સંદેશ પ્યો કે આપણે બધા ભારતીય છીએ, આપણે હળીમળીને ભાઈચારાથી રહેવુંજોઇએ.
 
           આ કાર્યક્રમમાં મોહલ્લા કમિટીના ચેરમેન જુલિયો રીબેરો,સેક્રેટરી સતીશ સાહની ,ટ્રસ્ટી અજય કૌલ, સુશોભા બર્વે, જોઇન્ટકમિશનર સંતોષ રસ્તોગી, ભૂતપૂર્વ આઇપીએસ કે. એલ. પ્રસાદ વગેરે મહાનુભાવોએ કાર્યક્રમમાં હાજરી આપી શોભામાં અભિવૃદ્ધિ કરીહતી.