ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 6 ઑક્ટોબર 2020 (11:46 IST)

અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ પર હવે લોકોને મોનિંગ વોક માટે મળી છૂટ

AMC દ્વારા કોરોના રોગચાળાને ધ્યાને રાખીને લોકડાઉન દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ બંધ કરી દેવાયો હતો પછી રાજ્ય સરકારે અનલોકમાં  સાબરમતી રિવરફ્રન્ટનો અપર પ્રોમિનોડ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પણ કોરોના સંક્રમણને ધ્યાને રાખીને છ મહિનાથી લોઅર પ્રોમિનોડને બંધ રાખવામાં આવ્યો હતો પણ આજે સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન લિ. દ્વારા લોઅર પ્રોમિનોડને પણ જનતા માટે ખુલ્લો મૂકવાની જાહેરાત કરાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલે આજથી લોઅર પ્રોમિનોડને પ્રજા માટે ખુલ્લો મૂકવાની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવા સહિતના તમામ નિયમોનું પાલન કરવાની તાકીદ પણ કરી છે.
 
છેલ્લા 19 દિવસથી સતત દૈનિક ધોરણે 150થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. સોમવારે અમદાવાદ શહેરમાં 165 નવા કેસ નોંધાયા હતા જ્યારે કોરોનાની સારવાર દરમિયાન ત્રણ દર્દીનાં મોત નીપજ્યાં હતાં. 
 
અમદાવાદ શહેરમાં કુલ કેસની સંખ્યા 36,087 થઈ ગઈ છે. શહેરમાં કોરોનાની સારવાર બાદ આજે વધુ 248 દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા હતા. અત્યાર સુધીમાં કોરોનાને હરાવીને 30,493 દર્દીઓ ઘરે પરત ફર્યાં છે. અમદાવાદ શહેરમાં તા.5મી ઓક્ટોબરને સવારે 11 વાગ્યાની સ્થિતિ કુલ 35,092 કેસ નોંધાઈ ચૂક્યા છે જ્યારે 3394 એક્ટિવ કેસ નોંધાયા છે.