રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 12 જાન્યુઆરી 2019 (13:17 IST)

સપા-બસપા ગઠબંધન - માયાવતીએ કહ્યુ -લોકસભા ચૂંટણીમાં 38-38 સીટો પર ચૂંટણી લડશે સપા અને બસપા

સપા અને બસપા વચ્ચે ગઠબંધન (SP-BSP Alliance) ને લઈને ફક્ત યૂપી જ નહી આખા દેશની રાજધાની ગરમાઈ છે. આજે બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષ માયાવતી અને સમાજવાદી પાર્ટીના મુખિયા અખિલેશ યાદવ લખનૌમાં સપા બસપા ગઠબંધન પર એકસાથે પ્રેસ કોંફ્રેંસ કરી છે.  સપા બસપાના દિગ્ગજ નેતા આ પ્રેસ કોંફ્રેંસમાં સામેલ છે. પ્રેસ કૉંફ્રેંસદ દરમિયાન માયવતીએ જણાવ્યુ કે સપા અને બસપા 38-38 સીટો પર ચૂંટણી લડશે.  તેમણે કહ્યુ કે રાયબરેલી અને અમેઠીની સીટ પર સપા-બસપા ગઠબંધન કોઈ ઉમેદવાર નહી ઉતારે. અને બે સીટો અન્ય સહયોગી દળ માટે ખાલી છોડી છે. 
 
સપા અને બસપાની મૈત્રીમાં મુસ્લિમ વોટ બેંક સૌથી મહત્વનુ ફેક્ટર 
 
માયાવતી અને અખિલેશની પાર્ટી વચ્ચે થઈ રહેલ મૈત્રીના કેન્દ્રમાં મુસ્લિમ વોટ બેક છે. લોકસભા ચૂંટણી દરમિયાન આ વોટ  બેંકમાં બંને દળ વિખરવા નથી માંગતા.  જેને તો પોતાના જીતની ચાવી માને છે. સપા અને બસપામાં 26 વર્ષના લાંબા સમય પછી દોસ્તી થવા જઈ રહી છે. બંને દળની મુખ્ય તાકત મુસ્લિમ વોટ બેંકને માનવામાં આવે છે. મુલ્સિમ વોટ બેંક જ્યારે પણ જે તરફ ગયુ બંનેમાંથી એજ દળે જીત મેળવી. બંને જ દળો દ્વારા મુસ્લિમને સાધવા માટે તમામ પ્રયાસ કરવામાં આવતા રહ્યા છે. તેમનો પ્રયાસ છે કે લોકસભા ચૂંટણીમાં આ મુસ્લિમ વોટ બેંક એકજૂટ છે. જેમા કોઈ વહેંચણી ન થાય અને સાથે જ તેમને દલિત, પછાત અને અતિ  પછાતનો પણ સાથ મળે જેનાથી તે ભાજપાને હરાવી શકે.