ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 ઑક્ટોબર 2019 (14:00 IST)

સરકારને પીયુસી સેન્ટર આપવા છે પણ કોઇ લેવાલ નથી : મુદત વધારવામાં આવે તેવી શકયતા

ગુજરાત સરકાર દ્વારા પીયુસી ની મુદતમાં વધારો કરવાની ફરજ પડે તેમ છે .કારણકે ગત 18 સપ્ટેમ્બર મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર વિભાગના મંત્રી આર.સી.ફળદુ દ્વારા પીયુસી ની કામગીરી માટે નવા 900 સેન્ટરો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી આ મામલે સરકાર કંઈ ઉકાળી શકી નથી. ત્યારે આગામી 15 ઓક્ટોબર બાદ પીયુસી ની મુદતમાં વધારો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
બીજી તરફ હેલ્મેટ નો કાળો બજાર અને પિયુષ ની લાંબી લાંબી લાઈનો થઈ જતા રાજ્ય સરકાર દ્વારા પીયુસી ના મામલે પંદર દિવસ ની મુદતમાં વધારો કર્યો હતો. અને પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે આગામી 15 ઓક્ટોબર સુધી હેલ્મેટ અને પીયુસી માં દંડનીય કાર્યવાહી કરવામાં આવશે નહીં .અને તેની મુદત માં વધારો કર્યો હતો. સાથે સાથે વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ એવી જાહેરાત કરી હતી કે વાહનચાલકોને સરળતાથી પીયુસી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા નવા 900 પીયુસી સેન્ટરો શરૂ કરવામાં આવશે. અને ટેન્ડર પ્રક્રિયા થી દસ દિવસમાં તાત્કાલિક શરૂ કરવાની જાહેરાત ગત 18 સપ્ટેમ્બર ના રોજ કરવામાં આવી હતી.

જોકે હાલની સ્થિતિ જોવા જઈએ તો રાજ્ય સરકાર દ્વારા નવા 900 પી.યુ.સી સેન્ટર શરૂ કરવા માટેની પ્રક્રિયામાં આ સેન્ટર લેવામાં કોઈને રસ નથી તેમ દેખાઈ રહ્યું છે. કારણ કે દ્વિચક્રી વાહનમાં 20 રૂપિયા અને ફોર વ્હીલર માં અંદાજિત 50 રૂપિયાની કમાણીમાં કોઈને રસ નહી હોવાનું સ્પષ્ટ નજરે ચઢે છે. ત્યારે આગામી 15મી ઓક્ટોબરે પીયુસી ની મુદત પુરી થશે ત્યારે રાજ્ય સરકાર ફરીથી આ મુદતમાં વધારો કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.