બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 20 નવેમ્બર 2017 (08:17 IST)

આખરે કોંગ્રેસે પ્રથમ તબક્કા માટે સત્તાવાર 77 મુરતિયા જાહેર કર્યાં,

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની બે યાદી જાહેર થયા બાદ કોંગ્રેસે રવિવારે મોડી રાત્રે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતીના લેટરપેટનો દૂરપયોગ કરીને જાહેર કરાયેલી ખોટી યાદીના એક કલાક બાદ દિલ્હી કોંગ્રેસ હેડક્વાર્ટર્સ પરથી સાચી યાદી જાહેર કરવામાં આવી હતી. પ્રથમ યાદીમાં સૌરાષ્ટ્ર-મધ્ય અને દક્ષિણ ગુજરાતને આવરી લઇને ૭૭ બેઠકો પર પસંદ કરાયેલાં ઉમેદવારોના નામો કોંગ્રેસે સત્તાવાર રીતે જાહેર કર્યા હતાં. રાજ્યસભાની ચૂંટણી વખતે પક્ષની વફાદારી દાખવનારાં વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી હાઇકમાન્ડે પણ પોતાનુ વચન બરકરાર રાખ્યુ હતુ જેના ભાગરૃપે ૧૨ વર્તમાન ધારાસભ્યોને પુ:ન ટિકિટ આપવામાં આવી હતી જેમાં વાંકાનેર બેઠક પર જાવેદ પિરઝાદા,માણાવદરમાં જવાહર ચાવડા, ઉનામાં પૂજા વંશ, વિસાવદરમાં હર્ષદ રિબડિયા,અમરેલીમાં પરેશ ધાનાણી, ડાંગમાં મંગળ ગામિત,ધરમપુરમાં ઇશ્વર પટેલ,માંડવીમાં શક્તિસિંહ ગોહિલ,રાજકોટમાં ઇન્દ્રનિલ રાજ્યગુરૃ,પાલિતાણામાં પ્રવિણ રાઠોડનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છેકે, એઆઇસીસીના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે અબડાસા બેઠકને બદલે માંડવી બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે. જોકે, કોંગ્રેસ પ્રથમ તબક્કામાં ચાર પૂર્વ સાંસદોને ધારાસભ્ય બનવાનો મોકો આપ્યો છે જેમાં લિંબડી બેઠક પર સોમાભાઇ ગાંડાભાઇ પટેલ,લાઠીમાં વિરજી ઠુમ્મર, મહુવામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અને જસદણમાં કુંવરજી બાવળિયાનો સમાવેશ થાય છે.આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાને પોરબંદર બેઠક પર ચૂંટણી લડાવવા કોંગ્રેસે નક્કી કર્યું છે. આ વખતે કોંગ્રેસે પ્રથમ યાદીમાં ત્રણ લઘુમતી ઉમેદવારોને પસંદ કર્યાં છે. વાગરા બેઠકમાં સુલેમાન પટેલ, વાકાનેરમાં મહંમદ જાવેદ પિરઝાદા અને સુરત વેસ્ટમાં ઇકબાલ પટેલને ટિકિટ આપવામાં આવી છે. અનામત આંદોલનકારીઓએ પણ કોંગ્રેસના પંજાના નિશાન પર ચૂંટણી લડવા મન બનાવ્યું છે એટલે ધોરાજી બેઠક પર પાસ નેતા લલિત વસોયાને ટિકિટ અપાઇ છે. આ ઉપરાંત જનાગઢ બેઠક પર અમિત ઠુમરની પસંદગી કરાઇ છે જયારે જેતપુરમાં ખોડલધામના ટ્રસ્ટી રવિ આંબલિયાને પણ કોંગ્રેસે ટિકિટ આપી છે. કામરેજ બઠક પર નિલેશ કુંભાણીને ટિકિટ આપીને કોંગ્રેસે પાટીદાર આંદોલનકારીઓને રાજી રાખવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ અનામત આંદોલન બાદ નારાજ પાટીદારોનો રાજકીય લાભ લેવા સૌથી વધુ ૨૩ પાટીદારોને ટિકિટ આપી છે જયારે ૧૨ કોળી પટેલને ટિકિટ ફાળવી છે. ૮ ઓબીસી, ૭ દલિત અને ૩ લઘુમતીને પણ ટિકિટ આપીને વિવિધ સમાજને પુરતુ પ્રતિનિધિત્વ ફાળવવા કોંગ્રેસ પ્રયાસ કર્યો છે. જોકે, આંખે ઉડીને વળગે એવી વાત એછેકે, ૭૭ ઉમેદવારો પૈકી માત્ર બે મહિલા ઉમેદવારોી પસંદગી કરવામાં આવી છે જેમાં નવસારીમાં ભાવનાબેન પટેલ અને ભાવનગર ઇસ્ટમાં નિતાબેન રાઠોડની પસંદગી ઉતારાઇ છે. હવે બીજા તબક્કામાં અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને આવરી લઇને ઉમેદવારોની યાદી જાહેર કરાશે.

૧. માંડવી શક્તિસિંગ ગોહિલ 
૨. અંજાર વી.કે. હુમ્બલ 
૩. ગાંધીધામ (એસસી) કિશોરભાઇ જી. પિંગોલ 
૪. દસાડા (એસસી) નૌશાદજી બી. સોલંકી
૫. લીંબડી સોમાભાઇ જી. પટેલ
૬. વઢવાણ મોહનભાઇ ડી. પટેલ 
૭. ચોટિલા રૃત્વિકકુમાર એલ. મકવાણા
૮. ધ્રાંગધ્રા પુરૃષોત્તમભાઇ સબરિયા 
૯. મોરબી બ્રિજેશ એ. મેરજા 
૧૦. ટંકારા લલિત કે. કગાથરા 
૧૧. વાંકાનેર મોહમ્મદ જાવેદ પિરઝાદા 
૧૨. રાજકોટ વેસ્ટ ઇન્દ્રનીલ રાજ્યગુરુ 
૧૩. રાજકોટ ગ્રામ્ય (એસસી) વશરામ એ. સાંગઠિયા 
૧૪. જસદણ કુંવરજી બાવળિયા 
૧૫. ગોંડલ અર્જુન ખટારિયા 
૧૬. જેતપુર રવિ આંબલિયા 
૧૭. ધોરાજી લલિત વસોયા 
૧૮. કાલાવાડ(એસસી) પ્રવિણભાઈ મુછ્છડીયા 
૧૯. જામનગર ગ્રામ્ય વલ્લભ ધારડીયા 
૨૦. જામજોધપુર ચિરાગભાઈ કાલેરિયા 
૨૧. પોરબંદર અર્જુન મોઢવાડીયા 
૨૨. કુતિયાણા વેજાભાઈ મોડેદ્રા 
૨૩. માણાવદર જવાહર ચાવડા 
૨૪. જુનાગઢ અમિતભાઈ ઠુમ્મર 
૨૫. વિસાવદર હર્ષદભાઈ રિબાડીયા 
૨૬. કેશોદ જયેશકુમાર વી.લડાણી 
૨૭. માંગરોળ બાબુભાઈ કે વાજા 
૨૮. સોમનાથ વિમલભાઈ કે ચુડાસમા 
૨૯. તલાલા ભગવાનભાઈ ડી.બારડ 
૩૦. કોડિનાર-એસસી મોહનભાઈ વાળા 
૩૧. ઉના પૂંજાભાઈ વંશ 
૩૨. ધારી જે.વી.કાકડીયા 
૩૩. અમરેલી પરેશાભાઈ ધાનાણી 
૩૪. લાઠી વિરજીભાઈ ઠુમ્મર 
૩૫. સાવરકુંડલા પ્રતાપ દુધાત 
૩૬. રાજુલા અમરિશ જે ડેર 
૩૭. મહુવા વિજયભાઈ બારીયા 
૩૮. તળાજા કનુભાઈ બારીયા 
૩૯. ગારિયાધાર પી.એમ ખેની 
૪૦. પાલિતાણા પ્રવિણ જે રાઠોડ 
૪૧. ભાવનગર ગ્રામ્ય કાંતિભાઈ ચૌહાણ 
૪૨. ભાવનગર પૂર્વ નિતાબહેન બી.રાઠોડ 
૪૩. ભાવનગર પશ્ચિમ દિલિપસિંહ ગોહિલ 
૪૪. ગઢડા-એસસી પ્રવિણ મારૃ 
૪૫. બોટાદ મનહર પટેલ 
૪૬. નાંદોદ -એસટી પ્રેમસિંહ વસાવા 
૪૭. જબુસર સંજય જે સોલંકી 
૪૮. વાગરા સુલેમાન પટેલ 
૪૯. ભરૃચ કિરણ ઠાકોર 
૫૦. અંકલેશ્વર અનિલ ભગત 
૫૧ ઓલપાડ યોગેન્દ્રસિંહ બાકરોલા 
૫૨. માંડવી-એસટી આનંદભાઈ ચૌધરી 
૫૩. કામરેજ નિલેશ કુંભાણી 
૫૪. સુરત-પૂર્વ નિતિન ભરૃચા 
૫૫. સુરત-ઉત્તર દિનેષ કાછડીયા 
૫૬. વરાછા રોડ પ્રફુલ્લભાઈ તોગડીયા 
૫૭. કારંજ ભાવેશ ભુંભલિયા 
૫૮. લિંબાયત રવિન્દ્ર પાટિલ 
૫૯. ઉધના સતિષ પટેલ 
૬૦. મજુરા અશોક એમ કોઠારી 
૬૧. કતાર ગામ જિગ્નેશ મેવાસા 
૬૨. સુરત પશ્ચિમ ઈકબાલભાઈ ડી.પટેલ 
૬૩. ચોર્યાસી યોગેશ બી.પટેલ 
૬૪. બારડોલી-એસસી તરૃણકુમાર જે વાઘેલા 
૬૫. મહુવા-એસટી ડૉ.તુષાર ચૌધરી 
૬૬. વ્યારા-એસટી પુનાભાઈ ગામિત 
૬૭. નિજર-એસટી સુનિલ ગામિત 
૬૮. ડાંગ-એસટી મંગલભાઈ ગામિત 
૬૯. જલાલપોર પરિમલ એન.પટેલ 
૭૦. નવસારી ભાવનાબેન પટેલ 
૭૧. ગણદેવી-એસટી સુરેશભાઈ હળપતિ 
૭૨. વાસંદા-એસટી અનંતકુમાર એચ.પટેલ 
૭૩. ધર્મપુર-એસટી ઈશ્વરભાઈ ડી.પટેલ 
૭૪. વલસાડ નરેન્દ્ર ટંડેલ 
૭૫. પારડી ભરતભાઈ એમ.પટેલ 
૭૬. કપરાડા-એસટી જીતુભાઈ ચૌધરી 
૭૭. ઉમરગાંવ-એસટી અશોકભાઈ એમ પટેલ