તો ગુજરાતમાં 70% વસ્તીની ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવી જશે, કોરોના તપાસ પર હાઈકોર્ટમાં રાજ્ય સરકારની દલીલ
ગુજરાત હાઈકોર્ટે ખાનગી લેબમાં કોવિડ -19 ના પરીક્ષણની મંજૂરી ન આપવાના રાજ્ય સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે શું તે રાજ્યમાં કોરોના વાયરસ ચેપના મામલાના ડેટાને 'કૃત્રિમ રીતે નિયંત્રિત' કરવા માંગે છે ? . કોર્ટે રાજ્યને મહત્તમ સ્ક્રીનીંગ કીટ ખરીદવા જણાવ્યું છે જેથી ખાનગી અને સરકારી હોસ્પિટલો સરકારી દરે કોરોના વાયરસની તપાસ કરી શકે.
ન્યાયમૂર્તિ જે. બી પારડીવાલા અને ન્યાયાધીશ આઈ. જએ વોરા ની ખંડપીઠે શુક્રવારે (22 મે) પોતાના હુકમમાં જણાવ્યું હતું કે, "આ દલીલ એવી છે કે વધારે સંખ્યામાં કોવિડ -19 તપાસ કરવાથી 70 ટકા વસ્તીની રિપોર્ટ પોઝીટીવ આવશે. તો આ ભયની લાગણી પેદા કરશે. '' કોર્ટે સરકારને પ્રચારના માધ્યમથી લોકોમાં ગભરાટ દૂર કરવા અને ઘરે બેઠાં અલગ રહેવાનુ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે દરેક વ્યક્તિને કોરોનાના ટેસ્ટ કરાવવા માટેની મંજૂરી આપો. ડિસ્ચાર્જ સમયે દર્દીના ટેસ્ટિંગ કરો, કોરોના પોઝિટિવ દર્દી કે જેને હોસ્પિટલમાંથી રજા મળી છે અથવા તો તેનું મૃત્યુ થયું છે તેવા દર્દીઓના પરિવારજનોના ટેસ્ટ પણ કરાવો. ઉપરાંત ડોક્ટરે જે દર્દીને પ્રીસ્ક્રિપશન લખી આપ્યું છે, તેનો ટેસ્ટ પણ કરાવો. હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે જે ખાનગી લેબોરેટરીમાં સુવિધાઓ છે તેને આરટીપીસીઆર ટેસ્ટ કરવા માટેની મંજૂરી આપો