રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Home Remedies - તુલસીના પાન આ 12 સમસ્યા દૂર કરે છે જાણો ફાયદા

હિન્દુ ધર્મમાં પૂજાનારી તુલસીનો ઉપયોગ લોકો શિયાળામાં ઔષધી રૂપમાં કરતા આવી રહ્યા છે. તુલસીમાં રહેલ એંટીઓક્સીડેટ્સ જેવા ન્યૂટ્રિએંટ્સ અનેક હેલ્થ પ્રોબ્લેમથી બચાવે છે. 100 ગ્રામ તુલસીમાં 22 કેલોરી, 0.6 g ફૈટ, 4 mg સોડિયમ, 295 mg પોટેશિયમ, 2.7 g કાર્બોહાઈડ્રેટ, 1.6 g ડાયટરી ફાઈબર, 0.3 g શુગર, 3.2 g પ્રોટીન, 105% વિટામિન એ, 30% વિટામિન સી, 17% આયરન, 1% વિટામિન B-6 અને 16% મેગ્નેશિયમ હોય છે.  
તુલસીના ફાયદા  તાવથી આરામ - તુલસીના પાન, આદુ અને મુલેઠીને વાટીને મધ સાથે ખાવ. તેનાથી તાવ જલ્દી ઠીક થઈ જશે. આ ઉપરાંત શરદી-ખાંસી દૂર કરવા માટે તેના પાનને આદુ સાથે ચાવો કે તેની ચા બનાવીને પીવો. 
 
અનિયમિત પીરિયડ્સ - મોટાભાગે મહિલાઓને પીરિયડ્સમાં અનિયમિતતાની ફરિયાદ થઈ જાય છે.  10 ગ્રામ તુલસીના બીજને પાણીમાં ઉકાળીને નિયમિત રૂપથી સવારે પીવો. તેનાથી તમારી અનિયમિત પીરિયડ્સની સમસ્યા ઠીક થઈ જશે.  
 
તનાવ કરે દૂર   - જો આખો દિવસ  તનાવ રહે છે તો રોજ તુલસીના 10-12 પાનનુ સેવન કરો. તેનાથી તમને તનાવ સામે લડવાની ક્ષમતા મળશે. 
 
ઝાડા અને ઉલ્ટીથી છુટકારો -  વિટામિન એ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર રહેવાને કારણે તુલસીનુ સેવન આંખોની રોશની વધારે છે. જો આંખોમાં બળતરા થતી હોય તો તુલસીનો અર્ક પીવો. 
 
શ્વાસની તકલીફ - શ્વાસ સંબંધી સમસ્યાઓમાં પણ તુલસી ખૂબ લાભકારી છે. મઘ, આદુ અને તુલસીને મિક્સ કરીને કાઢો બનાવો અને તેનુ સેવન કરો. આ ઉપરાંત 2-4 તુલસીના પાનનુ રોજ સેવન કરવાથી શ્વાસની દુર્ગધ પણ દૂર થાય છે. 
 
કેંસરથી બચાવ - અનેક શોધમાં તુલસીના બીજને કેંસરની સારવારમાં પણ કારગર બતાવ્યા છે. સાથે જ રોજ તેનુ સેવન શરીરમાં કેંસર સેલ્સને વધારવાથી રોકે છે. આવામાં તમે પણ તેને તમારી જરૂરિયાતમાં સામેલ કરો. 
 
પથરીની સમસ્યા -  કિડનીની પથરીમાં તુલસીના પાનને ઉકાળીને તેનો અર્ક બનાવો અને તેમા મધ મિક્સ કરીને નિયમિત 6 મહિના સુધી તેનુ સેવન કરો. તેનાથી પથરી યૂરીન માર્ગથી બહાર નીકળી જશે. 
 
ત્વચા નિખારે -  તુલસી અને લીંબૂનો રસ બરાબર માત્રામાં મિક્સ કરો અને ચેહરા પર લગાવો. તેનાથી કરચલીઓ અને ફોલ્લીઓ દૂર થઈ જશે.  સાથે જ ચેહરાની રંગતમાં નિખાર આવશે. 
 
એક્નેની સારવાર - 10-12 તુલસી અને લીમડાના પાનને વાટી લો. પછી તેમા અડધી ચમચી ચંદન પાવડર અને 2 ચમચી ગુલાબજળ મિક્સ કરો. તેને ચેહરા પર ઓછામાં ઓછા 20 મિનિટ લગાવ્યા પછી તાજા પાણીથી સાફ કરી લો. તેનાથી એકને અને પિંપલ્સ જેવી સમસ્યાઓ દૂર થઈ જશે. 
 
એંટી એજિંગની સમસ્યાને કરે દૂર -  એંટીઓક્સીડેંટ્સથી ભરપૂર તુલસીને એજુવિનેટ કરવાથી સાથે એંજિંગની પ્રક્રિયાને પણ ધીમી કરી દે છે. આ માટે તમે તુલસીના પાનનુ પેસ્ટ બનાવીને ચેહરા પર 10-15 મિનિટ સુધી લગાવો. અને પછી તાજા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં ઓચહમાં ઓછા 3 વાર આ પૈકનો ઉપયોગ કરો. 
 
વાળ માટે વરદાન - ત્વચા ઉપરાંત તુલસી વાળ માટે પણ લાભકારી છે. તુલસીના થોડા પાનને વાટીને નારિયળ અને ઓલિવ ઓઈલ મિક્સ કરીને સ્કૈલ્પ પર લગાવો. અઠવાડિયામાં 2 વાર આ પૈકનો ઉપયોગ કરવથી ન તો માથાના વાળ મજબૂત થવા સાથે શાઈની પણ થાય છે. તેનાથી ખોડો પણ દૂર થઈ જાય છે.