બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 જુલાઈ 2020 (16:47 IST)

કેન્દ્ર સરકારના આદેશ બાદ ગુજરાતમાં શરુ થતી તમામ પરિક્ષાઓ રદ કરાઈ

આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં તમામ યુનિવસિર્ટીમાં અંતિમ વર્ષની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો હતો. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરીક્ષાની જાહેરાત કરવાની સાથે જ ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા આપવા માટે વિકલ્પ આપ્યા હતા. અને બંને રીતે પરીક્ષા ન આપી શકે તો અલગથી યોજાનાર પરીક્ષામાં વિદ્યાર્થી બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેવી વ્યવસ્થા ઊભી કરી હતી.

સરકારનાં આ નિર્ણયની જાહેરાતનાં થોડા જ કલાકોમાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવા માટે આદેશ કર્યો હતો. કેન્દ્રનાં શિક્ષણ સચિવે આદેશ કરતાં રાજ્ય સરકારે માત્ર 2 કલાકમાં જ પોતાના નિર્ણય પર યુ ટર્ન લઈ લીધો હતો. સરકારનાં આદેશને કારણે ગુજરાત સરકારની જાહેરાત પર પાણી ફરી વળ્યું હતું. અને માત્ર 2 કલાકની અંદર જ પોતાનો નિર્ણય પરત લેવા માટે મજબૂર બનવું પડ્યું હતું. તો શું ગુજરાત સરકારે કેન્દ્ર શિક્ષણ વિભાગને અંધારામાં રાખીને પરીક્ષાનું આયોજન કરી દીધું હતું. અને 2 કલાકની અંદર જ નિર્ણય પરત લેવો એ ગુજરાત સરકાર માટે ફજેતી સમાન સાબિત થયું છે.