ગુજરાતની આ જગ્યાઓ પર યેલો અલર્ટ, તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે
- કચ્છમાં પાંચ દિવસ યલો એલર્ટ
- પાંચ દિવસ પોરબંદર અને કચ્છમાં યલો એલર્ટ જાહેર
- રાજકોટ 39.3 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર
Gujarat Weather update: આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે. વિશેષ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી છે.
મંગળવારે રાજ્યના 14 શહેરોમાં 36 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ હતુ. રાજકોટ 39.3 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યુ હતુ.
હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ પોરબંદર અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ ઉપરાંતના વિસ્તારોમાં હવામાનમાં મોટો ફેરફાર નહીં થાય તેમ પણ જણાવાયુ છે.