સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: કટક , ગુરુવાર, 16 જાન્યુઆરી 2020 (12:32 IST)

કટક પાસે મુંબઈ-ભુવનેશ્વર એક્સપ્રેસએ માલગાડીને પાછળથી મારી ટક્કર, 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા

મુંબઈ ભુવનેશ્વર લોકમાન્ય તિલક એક્સપ્રેસે ગુરૂવારે સવારે લગબહ્ગ 7 વાગે એક માલગાડીને પાછળથી ટક્કર મારી દીધી. દુર્ઘટના પછી ટ્રેનના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ દુર્ઘટના કટક પાસે સલગાવ અને નેરગુંડી સ્ટેશન વચ્ચે થઈ. તેમા 25થી વધુ લોકો ઘાયલ થયા અને 6 લોકોની હાલત ગંભીર છે. રેલવે અધિકારીઓ મુજબ ઘુમ્મસભર્યા વાતાવરણને કારણે આવુ થયુ. 
 
પૂર્વ તટીય રેલવેના પ્રવક્તા જેપી મિશ્રાએ કહ્યુ, ઘાયલોને કટકના એસસીબી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  આ માર્ગ પર ચાલનારી બધી ટ્રેન પ્રભાવિત થઈ. 6 થી વધુ ટ્રેનનો માર્ગ બદલીને નરાજ સ્ટેશનની તરફ કરવામાં આવ્યો.  દુર્ઘટનાગ્રસ્ત લોકમાન્ય તિલક ભુવનેશ્વર જઈ રહી હતી.