શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 જાન્યુઆરી 2020 (12:15 IST)

17 વર્ષીય નિલાંશી પટેલે સૌથી લાંબા વાળ ધરાવતી કિશોરી હોવાનો વિશ્વ વિક્રમ સર્જ્યો

સમગ્ર દુનિયામાં અનેક પ્રકારના વિશ્વ વિક્રમો સ્થપાતા હોય છે. જેમાં ખાસ કરીને રમતોનો વધારે સમાવેશ થતો હોય છે. સંગીતમાં પણ આ પ્રકારના વિશ્વ વિક્રમો થતાં હોય છે. હવે સમય એવો આવ્યો છે કે સૌથી ઓછા સમયમાં વધારે હાથ પર મહેંદી મુકવાનો વિક્રમ પણ નોંધાઈ ચૂક્યો છે. પરંતુ આપણા ગુજરાતની એક દિકરીએ એનોખો વિશ્વ વિક્રમ બનાવી દીધો છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસાની 17 વર્ષીય નિલાંશી પટેલે સૌથી લાંબા વાળ ધરાવતી કિશોરી હોવાનો વિશ્વ વિક્રમ સર્જ્યો છે. નિલાંશીએ ટીનએજ કેટેગરીમાં પોતાનો જ સૌથી લાંબા વાળ હોવાનો રેકોર્ડ તોડ્યો છે. વર્ષ 2018માં 170.5 સેન્ટિમીટર હતા જ્યારે 2019માં તેના વાળ 190 સેન્ટિમીટર થયા છે. નિલાંશી પટેલે જણાવ્યું હતું કે કોઈપણ જગ્યાએ તે જાય છે ત્યારે લોકો તેની સાથે સેલ્ફીઓ લેવા ઉત્સુક હોય છે. જેથી પોતે એક સેલિબ્રિટી જેવું અનુભવે છે.