એક જ દિવસમાં રોડ પીગળી ગયો- સવારે બન્યુ અને સાંજે સુધી ડામર પીગળી ગયો
Surat - એક જ દિવસમાં રોડ પીગળી ગયો
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજથી અડાજણ પાટિયા તરફનો રોડ એક જ દિવસમાં રોડ પીગળી ગયો.
ગઈકાલે રાત્રે જ 200 ફુટનો રોડ બનાવવાની કામગીરી કરી હોય અને બપોરે વાહન ચાલકો વાહન પણ ન ચલાવી શકે તેવી રીતે ડામર બહાર આવ્યો છે તેના કારણે લોકો રોડ ની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરી રહ્યાં છે. ગઈકાલે રાત્રે જ 200 ફુટનો રોડ બનાવવાની કામગીરી કરી હોય અને બપોરે વાહન ચાલકો વાહન પણ ન ચલાવી શકે તેવી રીતે ડામર બહાર આવ્યો છે તેના કારણે લોકો રોડ ની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરી રહ્યાં છે.
ચોમાસા પહેલાં વધુ તુટતા રોડ પર એક લેયર બનાવવાની સૂચના આપી હતી તે કામગીરી ચાલી રહી હતી રાત્રે ડામરનું લેયર બનાવવામાં આવ્યું હતું તેનો ડામર રોડમાં પેચ પછી અન્ય મટિરિયલ્સ નાંખવાનું હોય છે તે મટિરિયલ્સ નાખવાની કામગીરી બપોરે કરવાની હતી. જોકે, તે દરમિયાન 40 ડિગ્રી ગરમી હોવાના કારણે રોડની અંદર ડામર જોવા મળ્યો છે. હાલમાં આ રોડ પર મટિરિયલ્સ નાખવાની કામગીરી ચાલી રહી છે.